સપના શર્મા/અમદાવાદ :વરસાદ થંભી ગયો છે તો હવે નહિ આવે એવુ તમે માનતા હોવ તો તમે સાવ ખોટા છે. હજી તો સીઝનની શરૂઆત થઈ છે. ગુજરાતમાં વરસાદનો બીજો દોર જોવા મળશે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. અતિ ભારે વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે. 19 અને 20 જુલાઈનો રોજ ગુજરાતમાં વરસાદનુ વધુ જોર જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના અપડેટ અનુસાર, અત્યાર સુધી ગુજરાતમાં 255.7 જેટલો વરસાદ હોવો જોઈએ, જેની જગ્યા એ 443 mm વરસાદ પડ્યો છે. 


આ પણ વાંચો : શું સાપોમાં પણ હોય છે લવ-ટ્રાયએન્ગલ? એકબીજાને વળગીને પ્રેમ કરવા લાગ્યા ત્રણ સાપ


મુશળધાર વરસાદથી રાજ્યના 29 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૧૮ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૫.૯૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૭૫,૦૮૭ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૪૧ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૨,૩૨૫ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૫.૯૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ૨૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૨ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૦ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૪ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૬૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો : તારક મહેતાના ડો.હાથી જેવુ મહાકાય શરીર ધરાવતા ચેતન પરમારની સિવિલમાં સફળ સર્જરી, 210 કિલો હતું વજન 


કેટલા જળાશયો હાઈએલર્ટ પર 
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૨૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, જ્યારે ૧૭ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૨ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.