જયેશ ભોજાણી/રાજકોટ :રાજકોટના ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ (gujarat rain) તૂટી પડ્યો છે. ગોંડલના દેરડી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા કેસવાળા સહિતના ગામોમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હજી પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ (monsoon) ચાલુ છે. જેથી લોકોમાં હરખની હેલી છવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ પંથકમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે વાસાવડની વાસવડી નદીમાં ધોડા પૂર આવ્યા છે. તો ગોંડલના પાટખિલોરી ગામે નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. દેરડી (કુંભાજી) વાસાવડ અને અમરેલી તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તાલુકાના દેરડી (કુંભાજી), પાટખીલોરી, રાવણા, ધરાળા, મોટી ખિલોરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પાટખિલોરી ગામે નદીમાં ઘોડાપૂર આવતી નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. દેરડી (કુંભાજી) ની કોલપરી નદીમાં પણ પૂરની સ્થિતિ આવી ગઈ છે. 


આ પણ વાંચો : બનાસ ડેરીનું મહાઅભિયાન : સૂકાભઠ્ઠ બનાસકાંઠાને બનાવશે લીલુછમ 


ગોંડલના સુલતાનપુરમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 4 થી 5 ઈંચ જેટલા વરસાદને કારણે દેરડી નદીમાં પૂર આવ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડી અને વલસાડ તાલુકામાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો વલસાડના ધરમપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીના લીલીયા, વલસાડના વાપી અને અમરેલી તાલુકામાં સવા ચાર  થી 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના વગઈ અને ભરૂચના હસોલમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 


આ પણ વાંચો : દ્વારકામાં મોહરમ પર થયો પથ્થરમારો : વાયરલ મેસેજને લઈને થઈ મોટી બબાલ


  • રાજ્યના 6 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

  • રાજ્યના 12 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો

  • રાજ્યના 23 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ

  • રાજ્યના 41 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો


ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા (weather update) ના અપડેટ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. આજે ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હજુ પણ 49 ટકા વરસાદની ઘટ છે.