મેઘો તૂટી પડતાં શામળાજી હાઇવે પર 20 કિ.મી લાંબો ટ્રાફિક જામ, ભેખડો ધસી પડતાં વાહનોને નુકસાન
નેશનલ હાઇવે બ્લોક થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. નેશનલ હાઇવેના પાણી ગામમાં ફરી વળતાં ગામમાં 4 ફૂટ જેટલાં પાણી ભરાયા છે. તો બીજી તરફ મેશ્વો નદીમાં ઘોડાપૂર સર્જાતા શામળાજી કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.
સમીર બલોચ, અરવલ્લી: રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં 24 કલાક દરમ્યાન બારડોલીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે, હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શામળાજી-ઉદેપુર સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. વેણપુર પાસે વરસાદી પાણી ફરી વળતાં 20 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઉપરાંત અરવલ્લીની ગિરિમાળાઓ પર ભેખડો ધસી પડતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. નેશનલ હાઇવે બ્લોક થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. નેશનલ હાઇવેના પાણી ગામમાં ફરી વળતાં ગામમાં 4 ફૂટ જેટલાં પાણી ભરાયા છે. તો બીજી તરફ મેશ્વો નદીમાં ઘોડાપૂર સર્જાતા શામળાજી કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.
બનાસકાંઠામાં મેઘો મહેરબાન, આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube