Cyclone Biparjoy Effect: અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદ સહિતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના ડિસા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલ ત્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ડીપ ડીપ્રેશનમાં ફેરવાયેલ બિપોરજોયની અસર હાલ ઉત્તર ગુજરાતમાં વર્તાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં ટાંટિયાખેંચ ચાલુ! શક્તિસિંહના પદગ્રહણ સામે ભરતસિંહ સોલંકીનો ધ્વજારોહણ...


હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જ્યાં બારે મેઘ ખાંગા થયાની સ્થિતિ ઉદ્દભવી છે. આખુ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જામ્યો છે.  પાટણના રાધનપુર અને સાંતલપુરમાં અનરાધાર વરસાદ પડ્યો છે.  છેલ્લા 3 કલાકમાં રાધનપુર અને સાંતલપુરમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા છ કલાકમાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે. 


આબુ ગયેલા લોકો ભરાઇ પડ્યાં! ભારે વરસાદથી પાલનપુર-અ'વાદ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા


બનાસકાંઠા પાણીમા ડૂબ્યું 
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાત્રિથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ થયા છે તો પાલનપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાતા અમદાવાદથી પાલનપુર થઈને આબુરોડ જવાનો રસ્તો બ્લોક કરાયો છે અને આબુરોડ જતા વાહનોનું પાલનપુર થી ચંડીસર અને ત્યાંથી વાઘરોણ થઈને ચિત્રાસણી થઈ આબુરોડ તરફ ડાયવજન અપાયું છે તો આબુરોડથી અમદાવાદ તરફ આવતા માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. 


અમદાવાદીઓ રથયાત્રાના દિવસે આ રસ્તાઓ પરથી ન નીકળતા, નહિ તો પસ્તાશો


મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો આ રસ્તે આવવાનું ટાળી રહ્યા છે તો નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જતા એક કાર પાણીમાં ફસાઈ હતી. જોકે કાર ચાલક અને સ્થાનિક લોકોએ અનેક પ્રયત્નો કર્યા છતાં કાર બહાર ન નીકળતા ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. જોકે  હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને હજુ વધુ વરસાદ પડે તો જનજીવન ઉપર ભારે અસર પડી શકે છે.


સફેદ વાળને 7 દિવસમાં કાળા કરશે ડુંગળીની છાલનું હેર માસ્ક, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે  જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લા માંથી પસાર થતા અનેક હાઇવે અને માર્ગો ઉપર વૃક્ષો ધરાસાઈ થયા છે તો ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પવન અને વરસાદના કારણે વિઝીબીલીટી ઘટતાં વાહન ચાલકો લાઈટો ચાલુ રાખીને ધીમેથી પસાર થઈ રહ્યા છે જોકે હજુ બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે જો વધુ વરસાદ પડે તો સ્થતિ વિકટ બને તેવી શક્યતાઓ છે.


Shehbaz Sharif: પાકિસ્તાનમાં ફરી થશે સત્તા પરિવર્તન? ખુરશી છોડી શકે છે શાહબાઝ શરીફ


સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા છે. રાધનપુરના બસ સ્ટેશનથી હાઇવે પરની દુકાનોમાં પાણી ભરાયા છે.  જેના કારણે માલસામાનને નુકસાન થવાની શક્યતા છે. એટલું જ નહીં રાધનપુરના લાલ બાગ, મન્ડી ચોક સહિતના વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. 


'કાળા માથાના માનવી હવે બસ કર'! કેવા કરે છે કાંડ! પંચમહાલમાંથી ઝડપાયું મોટું કૌભાંડ


પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા છે. જ્યા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 81 તાલુકામાં વરસ્યો વરસાદ છે, જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાધનપુરમાં 5, પાલનપુરમાં 3 અને અમીરગઢમાં અઢી ઈંચ વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.


મહિલા સાથે શરીરસુખ માણવાની લાયમાં હવસખોર પાડોશીએ હટાવી તમામ હદ! એક બ્લેડના કારણે કેસ


ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી નડાબેટ રણમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ વાવ તાલુકામાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં. સાંતલપુરમાં તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાયાં હતાં. જેથી લોકો પરેશાન થયા હતા. આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.