Gujarat Rain Update: ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આ વરસાદ રાહત આપે તેવું લાગતું નથી. ભારે વરસાદના પગલે અનેક ઠેકાણે રાજ્યમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વરસાદના કારણે 218 રસ્તા બંધ
છેલ્લા કેટલાક દિવસથી જે રીતે વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યો છે તેને પગલે ઠેર ઠેર પૂરની અને પાણી ભરાવની સ્થિતિ પેદા થયેલી છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે 218 રોડ બંધ થયા છે. જેમાં 9 સ્ટેટ હાઈવે બંધ થયા છે. જ્યારે 198 રોડ એવા એવા છે જે પંચાયત હસ્તકના છે અને બંધ થઈ ગયા છે. 11 અન્ય માર્ગ બંધ થયા છે. સૌથી વધુ રસ્તાઓ નવસારીમાં 67 રસ્તા બંધ થયા છે. જ્યારે વલસાડમાં 54 રસ્તા બંધ છે. તાપી જીલ્લામાં 22, સુરત જીલ્લામાં 25 માર્ગો, ડાંગ જિલ્લામાં 14 માર્ગો બંધ, જ્યારે જુનાગઢ જીલ્લામાં 13 માર્ગો બંધ થયા છે. 


અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક, આ તારીખ સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ, ખાસ જાણો


રાજકોટ-અમદાવાદ હાઈવે પાર કરતાં થશે નાકે દમ, 3 કલાક વહેલા નીકળજો નહીં તો ભરાઈ જશો


ભારે વરસાદના પગલે ગુજરાતના 18 ડેમ માટે એલર્ટ-વોર્નિગ જાહેર, જાણો શું છે હાલ સ્થિતિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube