ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતભરમાં હાલ ભારે વરસાદ (gujarat rains) છે. ક્યાંક ભારે તો ક્યાંક ધોધમાર વરસાદ (heavy rain) થી ગુજરાતના રસ્તાઓ પાણી પાણી થયા છે. કેટલાક શહેરો અને ગામમાં ચિંતાજનક સ્થિતિ બની રહી છે. કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ સૌથી વધુ કફોડી હાલત કોઈની બની હોય તો તે ગુજરાતનો ખેડૂત છે. વરસાદી પાણી ફરી વળતા ગુજરાતના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે ગુજરાતમા ક્યાં ક્યાં ખેડૂતોને નુકસાની થઈ છે તે જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાવટીના પાણી ફરી વળતા પાકને નુકસાન 


રાજકોટના ઉપલેટાના ખાખીજાળીયા ગામે રુપાવટી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના વાવેતર કરેલ મોલને ભારે નુકસાન પહોંચ્યું છે. અંદાજે 400 એકર જેટલી જમીન એટલે કે આશરે 1000 વીઘામાં પાણી ફરી વળતા ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ભાયાવદરથી આવતી રૂપાવટી નદીના પાણી જો મોજ ડેમમાં કે મોજ નદી તરફ વાળવામાં આવે તો દર વર્ષે ખેડૂતોને થતું ભારે નુકસાન અટકી શકે તેમ છે. ખેડૂતોએ વાવેતર કરેલા એરંડા, મગફળી,કપાસ, જુવાર, મકાઈ વગેરે જેવા પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની માગણી અને લાગણી છે કે આ નુકસાનનો સર્વે કરીને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. માત્ર ખેતી ઉપર નભતા આ ધરતીપુત્રોને ગયા વર્ષનો પણ પાક વીમો મળ્યો નથી. ત્યારે નુકસાનીનો સર્વે કરી વહેલી તકે સહાય કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી છે.


દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?


જેતપુરના ખેતરોમાં એક ફૂટ જેટલા પાણી 


રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં છેલ્લા 3 દિવસતી સતત વરસતા વરસાદથી મોટા ભાગનાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. જેતપુર તાલુકાના સરદારપુર ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં અત્યારે પણ અડધોથી એક ફૂટ પાણી ભરાયેલાં પડ્યાં છે. ખેતરોમાં વાવેલી મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. મોટાભાગના ખેતરોમાં અંદર જઈ શકાય તેવી હાલત નથી. ખેડૂતોને એક વીઘા જમીનમાં અંદાજિત 20 હજાર રૂપિયાનું નુકસાન જાય તેવી સ્થિતિ છે. માત્ર સરદારપુરા ગામમાં જ અંદાજિત 800 થી 1 હજાર વીઘા જમીનમાં પાણી ભરાયેલું પડ્યું છે. ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે. તો અન્ય વિસ્તારોમાં અંદાજે 2 હજાર વીઘાની જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે. પાકને નુકસાનનો આંકડો કરોડોમાં પહોંચે તેવી ભીતિ છે. 


પંચમહાલમાં ખેડૂતોના માથે આર્શીવાદ 


પંચમહાલ જિલ્લામાં મેઘમહેર થતાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર શરૂ કર્યુ છે. આ વખતે પંચમહાલ જિલ્લામાં ક્યારડાની ડાંગરનું 35 હજાર હેક્ટરમાં વાવેતર બાકી હતું. ખેડૂતોએ મોંઘું ખાતર અને બિયારણ લાવી ચોમાસાની સીઝનના પ્રારંભે સારા વરસાદની આશાએ ડાંગરનો ધરું તૈયાર કરી દીધો હતો. પરંતુ વરસાદે લાંબો વિરામ લેતાં જ ડાંગરનું ધરૂ નિષ્ફળતાના આરે હતું. પરંતુ આ અઠવાડિયામાં સારા વરસાદથી ક્યારડામાં પાણી ભરાતાં ખેડૂતોને મોડે મોડે ડાંગર રોપણી કરવાની તક મળી છે. ખેડૂતો વરસતા વરસાદમાં પણ રોપણીની કામગીરીમાં જોતરાયા છે. આગામી સમયમાં પણ ખેડૂતોને પોતાનો પાક બચાવવા પાણીની વધુ જરૂરિયાત ઉભી થશે. ત્યારે આ રીતે જ મેઘવર્ષા થતી રહે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.


ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને ખાસ્સું નુકસાન થયુંધોધમાર વરસાદે ખેડા જિલ્લાનો પાક બગાડ્યો  છે. નડિયાદ તાલુકાના વીણા ગામ પાસે આવેલું તળાવ ઓવરફલો થતાં ખેતરોમાં પાણી ઘુસી ગયાં છે. તળાવનું પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોનો તમાકુ, ડાંગર અને શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે. ચોમાસામાં સારા વરસાદની આશાએ ખેડૂતોએ ધરુ લાવીને ખેતરોમાં રોપ્યા હતા, પરંતુ તળાવનું પાણી ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ગયું અને મોંઘા ભાવના ધરુ નિષ્ફળ ગયા છે. ખેડૂતોનું કહેવું છે ગામ પાસેથી પસાર થતા હાઈવેનું લેવલ ઊંચું રાખવાથી અને જરૂરી જગ્યાએ ગરનાળાં ના બનાવતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. 


ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી દ્વારકા નજીક આવેલાં 40થી 50 ખેતરો પ્રભાવિત થયાં છે. દ્વારકા ચરકલા માર્ગ પર 12 જેટલા ગામો તરફનો રસ્તો પ્રભાવિત થયો છે. વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે જામનગર તરફ જતો અન્ય રસ્તો પણ પ્રભાવિત થયો છે. અનેક વાહનચાલકોને રસ્તા પરથી અવરજવર કરવા માટે કમરડૂબ પાણીમાંથી પસાર થવું પડે છે. લોકોને અવર જવર કરવા માટે જોખમી રેલવે પુલ પરથી પસાર થવું પડે છે.


ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....


ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે


વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો


દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?


હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ