દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?

ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર થાય તે પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આ સપ્તાહમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે

દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) સૌરાષ્ટ્રના પ્રવાસે જશે. 19 થી 22 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ સોમનાથ દાદાને દર્શન કરીને સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથ, ખોડલધામ, વીરપુરની મુલાકાત લેશે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ થશે. રાજકોટમાં સી આર પાટીલ પ્રેસ કોન્ફરન્સ પણ કરે તેવી શક્યતા છે. ભાજપ (Gujarat BJP) ના નવા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આ પ્રવાસ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ 19 ઓગસ્ટ 2020, બુધવારે સવારે 8.00 કલાકે સાસણગીર ખાતેથી રેલી નીકળશે. સવારે ૯:00 વાગ્યે તેઓ સોમનાથ મંદિર પહોંચશે. ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથ ખાતે તેઓ ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયાધામ મંદિરે દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલ સ્થળોએ કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

તારીખ ૨૦ ઓગસ્ટના રોજ સવારે પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંગઠનની બેઠક યોજાશે. તેઓ જુનાગઢથી જેતપુર થઈ ખોડલધામ દર્શન કરી ગોંડલ થઈને રાજકોટ પહોંચશે. જ્યાં રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. તારીખ 21 ઓગસ્ટના રોજ તેઓ તબક્કાવાર રીતે રાજકોટ જિલ્લા અને શહેરના સંગઠનના હોદ્દેદારઓ અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. 22 ઓગસ્ટ ૨૦૨૦, શનિવારે પ્રદેશ તેઓ ઝાંઝરકા થઇ સવઘણ મંદિરે દર્શન કરી ધંધુકા પહોંચશે. જ્યાં ભાજપાની વિચારધારાને દાયકાઓ સુધી વરેલા રહેનાર, ભાજપાના અદના કાર્યકર્તા સ્વ.જગદીશભાઈ સોનીના પરિવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. બાવળા, બગોદરા ખાતે પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે જ્યાંથી તેઓ સુરત માટે રવાના થશે.

ગુજરાત ભાજપમાં સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર થવાનો છે, ત્યારે તે પહેલા સીઆર પાટીલનો આ પ્રવાસ બહુ જ મહત્વનો બની રહેવાનો છે. સીઆર પાટીલ દક્ષિણ ગુજરાતની રાજનીતિમાંથી આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રનું રાજકારણ સમજશે. સાથે જ સૌરાષ્ટ્રના તમામ કાર્યકર્તાઓને મળશે. જેથી તેમનો આ પ્રવાસ બહુ જ મહત્વનો ગણાઈ રહ્યો છે. તેમજ અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે. ભાજપ પ્રદેશના માળખામાં મોટા ફેરફાર આવવાના છે. સંગઠન સંરચના સાથે બોર્ડ નિગમમાં પણ નિમણૂંક કરાશે. પેટાચૂંટણી માટે જરૂરી નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે તેવી શક્યતા છે. કારણ કે, છેલ્લા કેટલાય સમયથી બોર્ડ નિગમમાં કોઈ નિમણૂંક થઈ નથી. 70 % બોર્ડ નિગમમાં જગ્યા ખાલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news