સૌરાષ્ટ્ર :ગુજરાતમાં ચોમાસું ભલે મોડું અને ધીમુ આગમન હોય, પણ આગામી દિવસોમાં મુશળધાર રહેશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. વરસાદે જૂનના અંતમાં જમાવટ કરી છે. મહિનાની શરૂઆત અને મધ્ય ભરે કોરી રહી, પણ મહિનામાં અંતમાં ચોમાસું જમાવટ કરશે. પલટાયેલા વાતાવરણ વચ્ચે હાલ ગુજરાતના નક્શામાં સૌરાષ્ટ્રના માથા પર વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. પરંતુ અનેક જિલ્લા હજી સુધી કોરાધાકોર છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી. જે ચિંતાનો વિષય છે. ખેડૂતોની વાવણી હજી બાકી છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 


આ પણ વાંચો : દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવવુ મોદીનો માસ્ટર સ્ટ્રોક, જેનો સૌથી પહેલો ફાયદો ગુજરાતને થશે


અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 અને 25 જૂને અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરાઈ છે. તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. પરંતુ અમદાવાદીઓને ગરમીમાંથી મુક્તિ મળશે. આ દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. 


આ પણ વાંચો : મહારાષ્ટ્રની હાલકડોલક સત્તા વચ્ચે વધુ એક શિવસેનાના ધારાસભ્યને સુરતથી ગુવાહાટી લઈ જવાયા


વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમ એક્શનમાં  
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની ટીમને નવસારીમાં ડિપ્લોય કરવામાં આવી છે. વડોદરા બટાલિયનની 21 જણાની ટીમ નવસારી ખાતે આવી પહોંચી છે. NDRF ની ટીમને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. આ માટે NDRF ના જવાનો દ્વારા પૂર વિસ્તારોનો સર્વે કરાશે. ચોમાસા દરમિયાન કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તમામ ઓજારો સાથે NDRF ની ટીમ સજ્જ બની છે.