ઝી મીડિયા/બ્યૂરો :એક તરફ ભારતને પાડોશી મુલ્કો સાથે સરહદો મામલે સતત અથડામણ થતી રહે છે. પરંતુ ભારતના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાની સરહદો વચ્ચેની બબાલ તો ભારત-પાકિસ્તાન (India Pakistan) ની સરહદ કરતા પણ આકરી હોય છે. આવામાં ગુજરાત રાજસ્થાન (Gujarat Rajasthan border) ના સરહદે આવેલા ગામડાઓની સરહદી મડાગાંઠ આઝાદીના 76 વર્ષ બાદ પણ ઉકેલાઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરો અને ગામડાઓ સાથે અભિયાન ચલાવીને લોકોને પટ્ટ આપવામાં આવી રહ્યાં છે. આ માટે વનવાસીઓે વનઅધિકાર પત્રો પણ આપી દેવાયા છે. પરંતુ રાજસ્થાન-ગુજરાત સીમા (border issue) પર ગત 64 વર્ષથી લગભગ 300 જમીનોના માલિકી હક માટે લડાઈ ચાલી રહી છે. તેમની ક્યાંય સુનવણી થઈ નથી રહી. એવુ લાગે છે કે, આ બે રાજ્યોની લડાઈ નહિ, પણ ભારત પાકિસ્તાનની સરહદની લડાઈ બની છે. 


આ પણ વાંચો : ભાષાના વિદ્વાન, અનેક એવોર્ડ મેળવનાર પ્રો. યોગેન્દ્ર વ્યાસ બીમારી સામે હાર્યા, અને પત્ની સાથે મોત વ્હાલુ કર્યું 


ગુજરાત (Gujarat) અને રાજસ્થાન (Rajasthan) સરકાર તરફથી કોઈ નિર્ણય લેવાય તેવું સ્થાનિક લોકો વિચારી રહ્યાં છે. દર વર્ષે વરસાદ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો આમનેસામને આવી જાય છે. આ વિવાદની આગમાં અનેક સરકારો આવીને જતી રહી, પરંતુ સીમા વિવાદ હજી સુધી ઉકેલાયો નથી. આ વિવાદની આગમાં ગુજરાતની સીમાને અડીને આવેલ રાજસ્થાન સરહદ વિવાદ બાખેલ, કાલીકાંકર, આંજણી, નયાવાસ, ગાંધીશરણા, મહાડી, રાજપુર, ગુરા, મંડવાલ, બુઢિયા, મામેર, ભૂરીઢેબર ગામના લોકોને અડે છે. દર વર્ષે ચોમાસામાં વાવણી દરમિયાન બંને પક્ષો જમીન પર આવે છે અને આમને-સામનેની સ્થિતિ બને છે. 


સેટલમેન્ટના વર્ષ 1955 માં રાજસ્થાન સરકારે બોર્ડરથી અડીને આવેલા ગામના લોકોના હકમાં જે જમીન આવે તે તેમને આપી દીધી. આ જમીનને 1958-59 માં ગુજરાતે સેટલમેન્ટ દરમિયાન પોતાના રાજ્યના ખેડૂતોને આપી દીધી. તેના બાદથી બંને રાજ્યોના ખેડૂતો આ જમીન પર પોતાનો માલિકી હક વ્યક્ત કરતા ઝઘડી રહ્યાં છે. રાજસ્થાનના ગામવાસીઓનું કહેવુ છે કે, રાજસ્થાનમાં જમીનનુ સેટલમેન્ટ પહેલા થયું, એટલે આ જમીન તેમની છે. જ્યારે કે ગુજરાતના લોકોનું કહેવુ છે કે, આ જમીનના રેકોર્ડ તેમના નામે નોંધાયેલા છે.


આ પણ વાંચો : વડાપાઉ લેવા નીકળેલો દ્વારકાનો પોલીસ કર્મચારી અચાનક થઈ ગયો ગુમ


ક્યા કેટલી જમીન પ્રભાવિત


  • 50-60 કિલોમીટર વિસ્તારમાં 10 ગામડા પ્રભાવિત

  • 500 વીઘાથી વધુ જમીન વિવાદિત સીમા વિવાદમાં

  • 2014 માં લાઠી ભાટા વિવાદ બાદ અત્યાર સુધી 5 કેસ નોંધાયા