વડાપાઉ લેવા નીકળેલો દ્વારકાનો પોલીસ કર્મચારી અચાનક થઈ ગયો ગુમ

મોડાસાનો એક પોલીસકર્મી અજીબ રીતે ગાયબ થયા છે. રવિવારે ગુમ થયેલ (Missing) પોલીસ કર્મી મામલે ફરિયાદ નોંધાઈ છે. મોડાસાના રવિરાજસિંહ ઝાલા રવિવારે ઘરેથી વડાપાઉ (vada pav) લેવા નીકળ્યા હતા, ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા છે. 

Updated By: Sep 24, 2021, 10:20 AM IST
વડાપાઉ લેવા નીકળેલો દ્વારકાનો પોલીસ કર્મચારી અચાનક થઈ ગયો ગુમ

સમીર બલોચ/અરવલ્લી :મોડાસાનો એક પોલીસકર્મી અજીબ રીતે ગાયબ થયા છે. રવિવારે ગુમ થયેલ (Missing) પોલીસ કર્મી મામલે ફરિયાદ નોંધાઈ છે. મોડાસાના રવિરાજસિંહ ઝાલા રવિવારે ઘરેથી વડાપાઉ (vada pav) લેવા નીકળ્યા હતા, ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા (Modasa) ના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં રવિરાજસિંહ ઝાલા નામના શખ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમનો પરિવાર મોડાસાની જલારામ પાર્ક સોસાયટીમાં રહે છે. રવિરાજસિંહ ઝાલાના પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે, મારા પતિ રવિવારે ઘરથી નાસ્તો લેવા નીકળ્યા હતા. વડાપાઉ લેવા જઉ છું તેવુ કહીને તેઓ ઘરેથી નીકળ્યા હતા. તેના બાદ તેઓ ઘરે પરત ફર્યા નથી. મારા પતિ રવિરાજસિંહ અમને કહ્યું હતું કે હું સહયોગ ચોકડી ઉપરથી વડાપાઉ લઈને આવું છું. તેમ કહીને ચાલતા ઘરેથી નીકળ્યા હતા. અને ત્યારબાદ તેઓ સમય વધારે થઈ જતાં મેં ફોન કર્યું હતો.

આ પણ વાંચો : ભાષાના વિદ્વાન, અનેક એવોર્ડ મેળવનાર પ્રો. યોગેન્દ્ર વ્યાસ બીમારી સામે હાર્યા, અને પત્ની સાથે મોત વ્હાલુ કર્યું 

ગાયબ થનાર પોલીસકર્મી રવિરાજસિંહ ઝાલા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેઓ રહસ્યમયી રીતે ઘરેથી ગુમ થયા છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી ગાયબ છે. તેઓ રવિવારે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થયા હતા. આખરે રવિરાજસિંહ ઝાલાનો રવિવાર બાદથી કોઈ અત્તોપત્તો નથી. તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. તેમજ મિત્રો, સંબંધીઓ બધાને ત્યા શોધખોળ કર્યા બાદ પણ રવિરાજસિંહનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી. 

રવિરાજસિંહ છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરે છે. તો તેમની પત્ની પણ પોલીસ કર્મચારી છે. ત્યારે આખરે એવુ તો શુ થયુ કે રવિરાજસિંહ ગાયબ થઈ ગયા અને તેમની કોઈ ભાળ મળી નથી.