Rajkot News : ગુજરાત ભાજપના એક નેતાના આક્ષેપક્ષી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આક્ષેપ મૂક્યો કે, ભાજપના એક સિનિયર નેતા મને રૂપિયા પરત નથી આપી રહ્યા. રામ મોકરિયાને ભાજપના સિનિયર નેતા રૂપિયા નથી આપી રહ્યાં. રામ મોકરિયાએ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તેઓએ લખ્યુ કે, અનેક વખત રૂપિયા પરત લેવા માટે મેં માંગણી કરી છે. અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું, પરંતુ રૂપિયા નથી આપ્યા. મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ છે. ભાજપના પીઢ નેતા છે અને હાલમાં નિવૃત થયા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના વિવાદ પર રાજનીતિ શરૂ થઈ છે. રામ મોકરિયાના સોગંદનામા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની લડાઈમાં કોંગ્રેસ ઝંપલાવ્યું 
ભાજપના અંદરો અંદરના ડખામાં હવે કોંગ્રેસે ઝંપલાવ્યું છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોસ્ટ મૂકી હતી. જેમાં રામભાઇ મોકરીયાએ મોટા ગજના નેતા વિશે વાત કરી હતી. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ભાજપના સિનિયર નેતા રૂપિયા ના આપતા હોવાની પોસ્ટ મૂકી હતી. રામ મોકરિયાની પોસ્ટ બાદ રૂપિયાનો વિવાદ વકર્યો છે. ત્યારે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને આવી ગયું છે. કોંગ્રેસે આક્ષેપ મૂક્યા કે, કરોડો રૂપિયાનો સોગંદનામામાં કેમ ઉલ્લેખ ના કર્યો. રાજકોટ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ યોજીને અનેક સવાલો કર્યા છે. 


નામ વિશે સ્પષ્ટતા કરો રામભાઈ - કોંગ્રેસ 
મહેશ રાજપૂતે સવાલો કર્યા કે, રામભાઈએ સોંગંધનામું ખોટું કર્યું છે. આ સોંગધનામું ખોટું હોવાની વાત કરી. સોશિયલ મીડિયામાં રામભાઈ બોલે છે કે કરોડો માંગે છે. તો સોંગધનામામાં કેમ ઉલ્લેખ નથી. રામભાઈ ગુજરાતના લોકો પાસે ખોટું બોલ્યા. રામભાઈનો ટેબલ ઉપરનો વહીવટ છે. તો ઇ.ડી અને ઇન્કમટેક્સ કયારે કાર્યવાહી કરશે. સરકાર રામભાઈ સામે કાર્યવાહી કરશે કેમ તેને લઈને મહેશ રાજપૂતે સવાલો કર્યા. કોંગ્રેસ કહ્યું કે, આ નેતા કોણ છે એ વિશે રામભાઈએ સ્પષ્ટતા કરવી પડશે. એ કઈ વ્યક્તિ છે તેના વિશે નામ આપવું જોઈએ.


કોંગ્રેસના સવાલ પર મોકરિયાનો જવાબ
તો કોંગ્રેસના સવાલો પર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપ્યું કે, હું મૌનધારણ કરૂ છું. હું આ અંગે કંઇપણ કહેવા માંગતો નથી. જો સોગંદનામૂ ખોટું હોય તો ફરિયાદ કરી શકે છે. આ અંગે જો મારી પાર્ટી ખુલાસો પુછશે તો હું પાર્ટીને જવાબ આપવા તૈયાર છું. રૂપિયાની લેતીદેતી મામલે મેં કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી.


રામ મોકરિયાએ મૂકી હતી પોસ્ટ
રામ મોકરિયાએ એક સિનિયર ભાજપી નેતા સામે આક્ષેપ કર્યો કે, ભાજપના એક જૂના અને સિનિયર નેતા મારા રૂપિયા પાછા આપી નથી રહ્યાં. તેમની નીતિ ખૂબ જ ખરાબ છે. મેં રૂપિયા આપ્યા તેના મારી પાસે પુરાવા છે. જરૂર જણાશે તો હું આવનારા દિવસોમાં વધુ પુરાવા સાથે ખુલાસા કરીશ. તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, મને મારા રૂપિયા ભાજપના એક સિનીયર નેતા પરત આપી નથી રહ્યા. વર્ષ 2008 થી 2011 સુધીમાં વ્યવહારીક બાબતો અને હાથઉછીના પેટે અલગ-અલગ મોટી રકમ આપી છે, જે પરત આપવામાં નેતા આનાકાની કરી રહ્યા છે. અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માગણી કરી, અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ, રૂપિયા પરત આપતા નથી.