Vadodara News : વડોદરામાં ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગ અંગે અપડેટ આવ્યા છે. IOCL કંપનીની આગમાં વધુ એક કર્મચારીનું મોત નિપજ્યું છે. આ કર્મચારી બેન્ઝીન પ્લાન્ટમાં કામ કરતો હતો. આમ, રિફાઈનરીની આગમાં અત્યાર સુધી 2 કર્મચારીના કરુણ મોત નિપજ્યા છે. શૈલેષ મકવાણા, હિમંત મકવાણા નામના 2 કર્મચારીના મોતના અહેવાલ છે. તો અન્ય 3 લોકો દાઝી જતાં સારવાર માટે ખસેડાયા છે. 12 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી છે. વિવિધ જિલ્લાના ફાયર જવાનોની મહેનત રંગ લાવી છે. AFFF ફોમિંગ સિસ્ટમથી આખરે વિકરાળ આગ પર કાબૂ મેળવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે આગ બૂઝાવાઈ
ગુજરાત રિફાઇનરીમાં બપોરે પહેલો અને મોડી રાતે બીજો બ્લાસ્ટ થયો હતો. તેના બાદ ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આ બાદ અનેક વિસ્તારોની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રિફાઈનરી પહોંચી હતી. આગ પર ત્રીપલ FFF ફ્રોર્મનો મારો સતત ચાલુ રખાયો હતો. આ ફ્રોર્મ જ આગ પર કાબુ મેળવી શકે છે. આઇપીસીએલ કંપનીમાંથી સ્પેશિયલ આ ફોર્મ મંગાવવામાં આવ્યો હતો. 2 ટેન્કરમાં આગ લાગી હતી. અન્ય ટેન્કમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 


અંબાલાલ પટેલની 2025 માટેની ડરામણી આગાહી : ધાર્યા કરતા કંઈક મોટું થશે!


સાયરન વગાડી આગ કાબૂમાં લેવાયાની જાણ કરાઈ
વડોદરામાં આવેલ ગુજરાત રિફાઇનરીના બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગ્યાના 12 કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા ફાયરની ટીમે AFFF (Aqueous Film Forming Foam ) ફોમીંગ સીસ્ટમથી આગ બૂઝવી હતી. હાલના તબક્કે કોઈ ચિંતાનો વિષય નથી, તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રે 3.30 કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. રિફાઈનરી દ્વારા સાયરન વગાડી આ અંગે જાણ કરવામાં આવી હતી. આગ કાબૂમાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


ઉપરાઉપરી બે બ્લાસ્ટ થયા હતા  
ઈન્ડિયન ઓઈલે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે ગુજરાત રિફાઈનરમાં બપોરે અંદાજે 3.30 કલાકે બેન્ઝીન સ્ટોરેજ ટેન્ક (1000 કિલોમીટરની ક્ષમતા) માં આગ લાગી હતી. રિફાઈનરની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. IOCL માં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગ્યા બાદ તેને બૂઝવવાની કામગીરી કરાઈ હતી. એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજી ટેન્કમાં આગ લાગી હતી. એટલે રાતે 9 વાગ્યા બાદ બીજો બ્લાસ્ટ થયો હતો. બીજી ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લા માંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ છે. 


56 સિંહ અને 50 દીપડા ગુજરાતમાં જ્યાં રહે છે, ત્યાં લાખો લોકો ઉમટી પડ્યા


બ્રિગેડ કોલ જાહેર
મોડી રાતે બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગ બેકાબૂ બની હતી. બીજો બ્લાસ્ટ થયા બાદ આગ બેકાબૂ બનતા તંત્રએ બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. બ્રિગેડ કોલ જાહેર થતા રાજ્યન તમામ ફાયર ફાઈટર જવાનોને એલર્ટ કરાયા હતા. હાલ વડોદરા, કરજણ, હાલોલ, આણંદ, GSFC, નંદેસરી GIDC, IOCL ના ફાયર જવાનો આગ કાબૂમાં લેવાના પ્રયાસો કરાયા હતા. અમદાવાદ અને સુરતથી પણ ફાયર બ્રિગેડની ટીમો બોલાવી લેવાઈ હતી.


8 કિમી દૂર બ્લાસ્ટનો અવાજ સંભળાયો, આસપાસની ઈમારતો ઘ્રુજી
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ પ્લાન્ટ નંબર A-1 અને A-2 અને બોઈલરમાં ફેલાઈ હતી અને ત્યારબાદ બ્લાસ્ટનો જોરદાર અવાજ આવ્યો હતો, ત્યારબાદ આગ સ્ટોરેજ ટેન્કરમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યા બાદ સાયરન વાગવા લાગ્યું. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં રિફાઈનરીમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે. જ્યારે વિસ્ફોટનો અવાજ 8 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ઈમારતો પણ ધ્રૂજી ઉઠી હતી. લોકો ઘરની બહાર આવી ગયા. કં 


ઈન્ડિયન ઓઈલ ગુજરાતમાં વાર્ષિક 13.7 મિલિયન મેટ્રિક ટન ઈન્ટીગ્રેટેડ રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ચલાવે છે. જોકે રિફાઈનરીમાં બ્લાસ્ટનો આ પહેલો કિસ્સો નથી. બે દાયકા પહેલા 2005માં ગુજરાત રિફાઈનરીમાં મોટો અકસ્માત થયો હતો. ત્યારે નવા FCC યુનિટ સાથે જોડાયેલ પાઈપોમાં આગ લાગી હતી. ત્યાર બાદ જૂન 2010માં કરાચી ગામમાં જીઆર પ્લાન્ટના પાછળના ભાગમાં આગ લાગી હતી. જોકે આમાં કોઈનું મોત થયું નથી.


દેશની જનતાને 111 કરોડનો ચૂના લગાવનારા સાયબર માફિયા 8 પાસ નીકળ્યા, 200 FIR