અંબાલાલ પટેલની 2025 માટેની ડરામણી આગાહી : ધાર્યા કરતા કંઈક મોટું થશે!
Ambalal Patel Prediction અમદાવાદ : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક ડરામણી આગાહી. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે... ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.
બાપરે ગુજરાતમાં ભયાનક ઠંડી પડશે
હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરતા કહ્યું કે, આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. 17 ૧૭થી ૨૦ નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં આજથી ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે.
અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી
તેમણે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
2025 માં ગરમીનો રેકોર્ડ તૂટશે
તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે છે. છેલ્લા ૩૦ વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે. 2025 ના માર્ચ માસ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે. આ વચ્ચે અંબાલાલે ખેડૂતો માટે ખાસ સલાહ આપતા કહ્યું કે, ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.
Trending Photos