અમદાવાદ: દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. મંગળવારે સુરત- 1, અમદાવાદ-1 અને ગાંધીનગરમાં નવા કેસ નોંધાતાની સાથે જ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 74 થયા છે. અમદાવાદના 55 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય એક ગાંધીનગરની 32 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ સુરતમાં 28 વર્ષના યુવકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 3 લોકો રિકવર થયા છે. જ્યારે સુરતમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 1 વ્યક્તિને રિકવરી થઇ છે. જ્યારે ભાવનગરમાં 6 કેસ નોધાયા છે જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે. 


તો બીજી તરફ ગાંધીનગર 11, વડોદરા 9 , રાજકોટ 10, કચ્છ 1, ગીર સોમનાથ 2, પોરબંદર 1, મહેસાણા 1 એક નોંધાયો છે. આ કુલ રાજ્યમાં અત્યાર સુધીમાં 74 કેસ નોંધાયા છે જેમાંથી 6 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકો રિકવર થયા છે. આ ઉપરાંત 1000 વેન્ટિલેટર વસાવવા માટેની તજવીજ આરોગ્ય વિભાગે હાથ ધરી છે.


આરોગ્ય વિભાગના નિવૃત્ત થયેલા 31 માર્ચના કર્મચારીઓને તેમજ બે અને જૂન સુધી નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને  ફરજ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર