Gujarat Monsoon 2023: ગુજરાતમાં તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં 14 જુલાઈએ સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો જોશો તો પિત્ઝા ખાવાની ખો ભૂલી જશો! અમદાવાદના જાણીતા પિત્ઝા હાઉસની તસવીરો


આ ઉપરાંત ગુજરાતના 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. 


ભારતમાં બધાને પસંદ છે આ 5 નોકરી! પદ, પૈસા, પાવર અને પ્રતિષ્ઠા એવી કે સૌ કરે સલામ


રાજ્યમાં 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદનું ઉમરીયા, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જૂનાગઢનું ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-૧, મોટા ગુજેરીયા, રાજકોટનું વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરનું મોર્શલ  કચ્છનું બેરાછીયા, કંકાવટિ, જાન્ગડિયા ગજાનસર, ગજોડ, કાલાગોગા, ડોન અને ગોઢાતડ, જામગનરનું વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-૧ અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે. 


મોતને હાથતાળી આપી હિમાચલથી પાછા ફર્યા ગુજરાતી પ્રવાસીઓ, કાર-બસમાં કાઢ્યો કપરો સમય


આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે.