ગુજરાત રમખાણ: ઝાકિયા જાફરીની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી
ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટની નિયુક્ત એસઆઇટીના તપાસ રિપોર્ટમાં પીએમ મોદી અને 59 અન્ય લોકોને ક્લિનચિટ આપવાના ચૂકાદાને યથાવત રાખતા 2002ના ગુલબર્ગ સોસાયટી નરસંહાર કેસમાં ઝાકિયા જાફરીની અરજીને નકારી કાઢી હતી
અમદાવાદ: 2002ના ગુજરાત રમખાણોના કેસમાં વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ક્લિનચિટ આપવાના મુદ્દે ચૂકાદાને પડકારનાર અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ મામલે ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટની નિયુક્ત એસઆઇટીના તપાસ રિપોર્ટમાં પીએમ મોદી અને 59 અન્ય લોકોને ક્લિનચિટ આપવાના ચૂકાદાને યથાવત રાખતા 2002ના ગુલબર્ગ સોસાયટી નરસંહાર કેસમાં ઝાકિયા જાફરીની અરજીને નકારી કાઢી હતી. સાથે જ તેમને આગળની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં જવા માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ઝાકિયાએ પાંચ ઓક્ટોબર, 2017ના રોજ ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને પણ નકારી કાઢવાની અપીલ કરી છે.
જસ્ટીસ એએમ ખાનવિલ્કર અને દીપક ગુપ્તાની ખંડપીઠે ગુજરાત રમખાણોમાં મૃત્યું પામેલા પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની પતિ ઝાકિયાની અરજીને સ્વિકાર કરતાં કહ્યું કે ખંડપીઠે અત્યાર સુધી અરજીને વિસ્તારપૂર્વક જોઇ નથી. એટલા માટે આ કેસની સુનાવણી 19 નવેમ્બરના રોજ થશે. ખંડપીઠે કહ્યું કે સંભવત: ઓફિસ રિપોર્ટમાં રજિસ્ટ્રી દ્વારા ખોટી જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન જાફરીના વકીલ સીયૂ સિંહે 27, ફેબ્રુઆરી, 2002 અને મે 2002 દરમિયાન વ્યાપક કાવતરા અંગે નોટીસ જાહેર કરવાની અપીલ કરી. તો બીજી તરફ ગુજરાત સરકારના વકીલ સીએસ વૈદ્યનાથને આ દલીલનો વિરોધ કરતાં કહ્યું કે આ અલગ કેસ છે અને તેને અન્ય ક્રિમીનલ અપીલો સાથે જોડી ન શકાય. તેમને નોટી જાહેર કરવાની દલીલનો પણ વિરોધ કર્યો.
Birthday Special: ઇન્દિરા ગાંધીને 'પ્રિયદર્શિની' નામ કોણે આપ્યું? વાંચો સમગ્ર કિસ્સો
ઉલ્લેખનીય છે માર્ચ, 2008માં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એસઆઇટીએ વિગત આઠ ફેબ્રુઆરી, 2012ના રોજ કેસની ક્લોઝર રિપોર્ટ દાખલ કરી વડાપ્રધાન નરેંદ્ર મોદી અને અન્ય 59 લોકોને એમ કહીને ક્લિનચીટ આપી હતી કે તેમના વિરૂદ્ધ કેસ ચલાવવા માટે કોઇ યોગ્ય પુરાવા નથી. આ પહેલાં 2010માં એસઆઇટીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાથે નવ કલાકથી વદુહ સમય સુધી પૂછપરછ કરી હતી.
ત્યારબાદ 9 ફેબ્રુઆરી 2012ના રોજ ઝાકિયા જાફરી અને સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડના એનજીઓ 'સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ'એ એસઆઇટીના રિપોર્ટને નીચલી મેટ્રોપોલિટન કોર્ટમાં પડકાર્યો હતો. તેમને મોદી અને અન્ય પર રમખાણો પાછળ ક્રિમીનલ ષડયંત્રનો આરોપ લગાવવાની માંગ કરી. પરંતુ ડિસેમ્બર 2013માં નીચલી કોર્ટે એસઆઇટીના યોગ્ય ગણાવ્યો.
ત્યારબાદ ઝાકિયા જાફરી અને તીસ્તા સીતલવાડના એનજીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી. અહીં પણ વિગત 3 જુલાઇ, 2017ના રોજ જાફરીના વકીલોએ દલીલ કરી કે નીચલી કોર્ટે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશોનું પાલન ન કર્યું. અને ઘટનામાં કાવતરું ગણાવનાર સાક્ષીઓના લેખિત નિવેદનો પર વિચાર ન કર્યો. પરંતુ ગત વર્ષે જ હાઇકોર્ટે પણ નીચલી કોર્ટના ચૂકાદાને યથાવત રાખો.