Satapata Wedding : સુખીસંપન્ન ગુજરાત રાજ્યમાં હજી પણ એવા રિવાજ છે, જે લોકોની સમજશક્તિથી પરે છે. આજે પણ આ રિવાજોને કારણે અનેકોના ઘર ભંગાય છે. ‘મને મારા પતિથી અલગ થવું ન હોતું પણ મારાં ભાઈ-ભાભીનું ઘર ભાંગ્યુ એટલે અમારા પણ છૂટાછેડા થઈ ગયા કારણ કે અમે બંને ભાઈ-બહેન સાટાપાટામાં પરણ્યાં હતાં.’ આવા શબ્દો તમે અનેકવાર સાંભળ્યા હશે. થોડા સમય પહેલા ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેના લગ્ન પણ આ જ કારણે ભાંગ્યા હતા. ત્યારે ગુજરાતના અટપટા એવા સાટાપાટાના રિવાજ વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુ છે સાટા પદ્ધતિ
આજે પણ ગુજરાતમાં લગ્ન માટે સાટા પદ્ધતિનો રિવાજ છે. આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. જેમાં બે પરિવારો સામસામે દીકરા-દીકરી આપવાનો વહેવાર કરે છે. જે ઘરમાં દીકરી આપવાની હોય તે પરિવારની દીકરીને વહુ તરીકે આપણા ઘરમાં લાવવી એટલે સાટા પદ્ધતિ. આ રીતમાં સામસામે લગ્ન થાય છે. એક હાથથી દીકરી આપવી અને બીજા હાથથી દીકરી લેવો એવો સાટાનો નિયમ છે. 


આ સુરતીના હાથમાં જાદુ છે, 250 લાકડાના ટુકડામાંથી બનાવી આલિશાન ઘડિયાળ


આજે પણ ગુજરાતમાં સાટાપાટાથી લગ્ય થાય છે. જેમાં ભાઈબહેનનાં લગ્ન એક જ કુટુંબમાં સામસામે કરવામાં આવે છે. તેને સાટાપાટા પ્રથા કહેવામાં આવે છે. જો લગ્ન સારા ચાલે તો બંને લગ્ન સારા ચાલે. પરંતું જો એક પણ લગ્નમાં ડખો થાય તો બીજી લગ્નને અસર પડે છે. એટલે કે એકના ઘર ભાંગે તો બીજાનું ઘર પણ ભાંગે. આવા કેસમાં વડીલો સમાધાન કરાવવા વચ્ચે પડે છે. પરંતુ બધુ સમસૂતરુ પાર ન પડે તો એકસાથે ચાર જિંદગી પર અસર પડે છે. 


ગુજરાતના કયા સમાજમાં છે આ રિવાજ
આ રિવાજ જૂનો છે. જોકે, ઉત્તર ગુજરાતમાં સાટા પદ્ધતિ સૌથી વઘુ પ્રચલિત છે. જેમાં પાટીદાર સમાજ, રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, નાઈ સમાજમાં આજે પણ સાટા પદ્ધતિથી લગ્નો કરાવાયા છે. 


અંબાલાલ પટેલે આગાહી કરી ખેડૂતોને ચેતવ્યા, આટલુ નહિ કરે તો પહેલો પાક બરબાદ થઈ જશે


સાટા પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા
સાટા પદ્ધતિ એક રિવાજ છે. ત્યારે અમે આ રિવાજના ફાયદા અને ગેરફાયદા જાણવાનો લોકો પાસેથી પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, કેટલાક સમાજમાં દીકરીઓની ઘટ છે. જેથી અનેક પરિવાર આ રીતે લગ્ન કરાવે છે. સામસામે દીકરી આપવાથી બે પરિવારો ખુશ રહે છે. પરંતુ આ સાથે જ આ રિવાજના નેગેટિવ પોઈન્ટ પણ છે. જો સાટા પદ્ધતિથી લગ્ન કર્યા બાદ કોઈનું પણ લગ્નજીવન ભાંગે, તો બીજાનું પણ આપોઆપ ભંગાય છે. બે પરિવારો વચ્ચે કડવાશ આવે છે. એકસાથે ચાર જિંદગીઓ પર અસર થાય છે. અનેક કિસ્સાઓમાં એવુ જોવા મળ્યું છે કે, સામેનું પાત્ર ગમતુ ન હોય છતાં લગ્ન કરવા પડે છે. આવામાં સંબંધોમાં કડવાશ આવે છે. 


માવજીનો મેળ ન પડ્યો પણ વેવાઈ ગોઠવાઈ જશે, ડીસા APMCના ચેરમેન પદનું ગાજર લટકાવાયું


દહેજથી બચવા માટે પ્રથા શરૂ થઈ?
તજજ્ઞો એવુ પણ કહે છે કે, આ પ્રથા શરૂ થવાનું સોશિયો-ઇકોનૉમિક કારણ પણ હતું. પહેલા લગ્નમાં દહેજ પ્રથા હતી, જે બંધ કરવા માટે આ પ્રથા બહુ જ કારગત નીવડી હતી. સામસામે લગ્ન થાય તો દહેજથી બચી શકાય એમ હતું. અને જો સંપત્તિ જો દહેજમાં અપાઈ હોય તો એ કુટુંબમાં જળવાઈ રહે. આવા આશયથી પ્રથા શરૂ થઈ હતી. ઉત્તર ગુજરાતમાં આ પ્રથા ચાલુ છે કારણ કે આ કોમ બિઝનેસ સાથે જોડાયેલી નથી એટલે પશુ જ એમની મૂડી હતાં. આ સમાજમાં મોટાભાગે લોકો અશિક્ષિત છે એટલે કોર્ટ અને પોલીસમાં જવાનું ટાળે છે પણ કોર્ટના આ ચુકાદાથી છૂટાછેડા લીધેલાં બે કુટુંબો ફરી ભેગાં થાય તો એક નવો ચીલો પડશે અને સાટાપાટાને કારણે લોકોનાં ઘર તૂટતાં બચી જશે. 


Gujarat : લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ આ શહેરને આપશે મેટ્રોની ભેટ