માવજી દેસાઈનો મેળ ન પડ્યો પણ વેવાઈ ગોઠવાઈ જશે, ડીસા APMCના ચેરમેન પદનું ‘ગાજર’લટકાવાયું

Dhanera MLA Mavji Desai : હાલમાં ડીસા માર્કેટયાર્ડનું ચેરમેન પદ ખાલી છે. જેની પર પહેલાં કોંગ્રેસનો, હવે ભાજપનો દબદબો છે. ડીસા APMCમાં ડાયરેક્ટર તરીકે ચૂંટાયેલા પોતાના વેવાઈને કોંગ્રેસમાંથી માવજી ભાજપમાં મોકલી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે

માવજી દેસાઈનો મેળ ન પડ્યો પણ વેવાઈ ગોઠવાઈ જશે, ડીસા APMCના ચેરમેન પદનું ‘ગાજર’લટકાવાયું

Gujarat polictics : ગુજરાતીમાં કહેવત છે ને લાલો લાભ વગર ના લોટાય... લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળાની તિવ્રતા વધારી છે. વિધાનસભા સમયે સક્રિય થયેલું પક્ષપલટાનું મિશન લોકસભાની ચૂંટણી પહેલાં જોર પકડે તો નવાઈ નહીં.  વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક જીત અપાવીને નવા હીરો તરીકે ઉભરેલા સી.આર.પાટીલે પાંચ લાખ મતોની સરસાઈથી લોકસભાની તમામ બેઠકો જીતવાનો પ્લાન બનાવ્યો છે. આ યોજનાને પૂર્ણ કરવા માટે ભાજપે મિશન હેવીવેઈટ હન્ટ શરૂ કર્યું છે. આ અંતર્ગત પાર્ટી અન્ય પાર્ટીઓમાં હાજર રહેલા ભૂતપૂર્વ ભાજપ અને યોગ્ય જન આધાર ધરાવતા નેતાઓને ભગવો પહેરાવવાની યોજના પર કામ કરી રહી છે. પૂર્વ કોંગ્રેસી MLA ધીરૂભાઈ ભીલ પછી હવે ડીસાના પૂર્વ MLA ગોવાભાઈ રબારી પણ ભાજપ ભેગા થવાની તૈયારી કરી છે. ગુજરાતના સમૃધ્ધ માર્કેટયાર્ડ પૈકીના એક એવા ડીસા APMCની ચૂંટણી બાદ ત્યાં ચેરમેનનું પદ ખાલી છે. જે ગાજર લટકાવી ગોવાભાઈને ભાજપમાં લાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. 

ગુજરાત ભાજપ સંગઠનમાં બનાસકાંઠા પ્રભારી અને પૂર્વ પંચાયત મંત્રી જંયતિ કવાડિયા, ડીસાના વર્તમાન અને પૂર્વ MLA અનુક્રમે પ્રવિણ માળી અને શશીકાંત પંડ્યાની સાથે કોંગ્રેસના ગોવાભાઈ રબારી બે દિવસ પહેલા જ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષના બંગલે જોવા મળ્યા હતા. ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ડીસાના પૂર્વ MLA ગોવાભાઈ રબારી ભાજપમાંથી બળવો કરી ધાનેરાથી ચૂંટાયેલા અપક્ષ MLA માવજી દેસાઈના વેવાઈ છે. માવજી ભાજપમાં જોડાવવા માટે ધમપછાડા કરી રહ્યાં છે પણ ભાજપ હવે પક્ષમાં લેવા તૈયાર નથી. માવજી દેસાઈએ સામેથી ટેકો જાહેર કરીને ભાજપની બેઠકોમાં પણ હાજર રહેવા લાગ્યા છે. આમ છતાં તાજેતરમાં યોજાયેલી ધાનેરા APMCની ચૂંટણી બાદ તેમને ચેરમેનપદ મળ્યું નથી! અગાઉ બે ટર્મથી તેઓ ચેરમેન હતા. હાલમાં ડીસા માર્કેટયાર્ડનું ચેરમેન પદ ખાલી છે. જેની પર પહેલાં કોંગ્રેસનો હવે ભાજપનો દબદબો છે. ડીસા APMCમાં ડાયરેક્ટર તરીકે ચૂંટાયેલા પોતાના વેવાઈને કોંગ્રેસમાંથી માવજી ભાજપમાં મોકલી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.

સાત વખત ચૂંટણી લડ્યા છે
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જો કે આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. જો ગોવાભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો ડીસા વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠામાં પક્ષની સ્થિતિ વધુ મજબૂત થશે. ભાજપના ગેમ પ્લાનમાં માત્ર ગોવાભાઈ રબારી જ નથી, પરંતુ ઉત્તર ગુજરાતના અન્ય કેટલાક નેતાઓ પણ છે. આ સિવાય બીજા તબક્કામાં પાર્ટી સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓને પણ ભાજપમાં સામેલ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news