ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું લોઢાના ચણા ચાવવા સમાન થયું છે. કારણે ફરી RTOના સર્વરમાં ખામી સર્જાઈ છે. એટલે હવે રાજ્યભરમાં બે દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય. RTOનું સર્વર ખરાબ થતા ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે. માર્ચ મહિનામાં 20 દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી થઈ છે અને ફરી મેઈન્ટેનન્સના નામે સર્વર બંધ કરાયું છે. જેમને આ દિવસોમાં અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. તેમને હવે ફરીથી નવી અપોઈન્ટમેન્ટ અપાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAP સાંસદનો ગંભીર આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયા


સુરતમાં સેંકડો લોકો અટવાયા
સુરત આરટીઓની ઓનલાઈન કામગીરી ફરી એકવખત ખોટકાઈ છે. સર્વરના નામે આખો દિવસ કામગીરી બંધ રહેતા હજારો લોકોએ વધુ એકવખત આકરી ગરમીમાં શેકાવાનો વખત આવ્યો છે. ભર ઉનાળે લોકો પોતાના આરટીઓના કામ કરવા કચેરીએ તો પહોચી રહ્યા છે. પરંતુ કામ કરવા વિના જ પાછા પરત ફરી રહ્યા છે.


હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો,VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર


ખાસ કરીને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી માટે નવેસરથી ઓનલાઈન એપોઈમેન્ટ લેવાની ફરજ પડતા તંત્રની કામગીરી સામે રોષની લાગણી પ્રવતી રહી છે. ત્રણ દિવસ આરટીઓ કચેરીમાં તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ રહેશે. 


12 વર્ષ પછી મોહિની એકાદશી પર સર્જાશે 6 અત્યંત શુભ યોગ, 5 રાશિઓને અચાનક થશે ધન લાભ


રાજ્યના વાહન વ્યવહાર વિભાગની મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ ચૂકી છે. ડિજિટલાઈઝેશનના નામે ઓનલાઈન શરૃી કરી દેવાયેલી કામગીરીમાં દર મહિને રેગ્યુલર પંકચર પડી રહ્યું છે. સર્વર હાઉન હોવાનું કે સર્વરમાં અન્ય ટેકનિકલ પ્રશ્ન ઉપસ્થિત થયો હોવાનું જણાવી આરટીઓ તંત્ર દ્વારા હાથ ખંખેરી લેવામાં આવી રહ્યાં છે. સવારે ઊઘડતી કચેરીએ જ ઓનલાઈન સર્વર ઠપ્પ થઈ જતાં દોઢ માસ અગાઉથી એપોઈમેન્ટ લેનારા સેંકડો લોકો અટવાયા હતા. 


શિકાકાઇ, આંબળા, અરીઠાથી બનાવો આ 'દેસી ઇન્ડીયન શેમ્પૂ', ઔષધિય ગુણોથી ભરપૂર


સવારથી જ આરઆટીઓ કચેરીના દરવાજે લાઈસન્સ સહિતની કામગીરી માટે આવેલા લોકો પર ઉનાળે ઘરે પરત ફર્યા હતા. ખોટકાયેલું સર્વર ફરી શરૂ થવાની આશાએ બપોરે 40 ડિગ્રી ગરમી વચ્ચે સંખ્યાબંધ લોકો અસહ્ય તાપમાં શેકાઈ રહ્યા છે. 


લર્નિંગ લાઈસન્સ કઢાવવા સુરત આરટીઓ કચેરીને પ્રતિદિન 250 ઓનલાઈન અરજી મળી રહી છે. તો, પાકા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે 550 અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યુ કરાવવા માટે 300થી વધુ ઓનલાઈન એપોઈમેન્ટ લેવામાં આવી રહી છે. હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું હોય વિદેશમાં અભ્યાસ કરવા જનારા સેંકડો વિદ્યાથીઓ દ્વારા ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. એક માસ અગાઉથી તારીખ અને ટાઈમ સ્લોટ બુક કરાવનારા સંખ્યાબંધ વિદ્યાથીઓ તંત્રની લાપરવાહીને કારણે ઉદાસ ચહેરે પરત ફર્યા હતા. ખાસ કરીને નજીકના દિવસોમાં વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાથીઓ માટે નવેસરથી એપોઈમેન્ટ લેવાનું કપરું બન્યું હતું.