aatmanirbhar gujarat : ગુજરાતનું સહકારી ક્ષેત્ર હાલ સુવર્ણ યુગમાં છે. જોકે, સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો યથાવત છે. રાજ્યની 360 સહકારી સંસ્થા પૈકી 302મા ભાજપનો કબજો છે. ગણતરી માંડીએ તો, રાજ્યની 84 ટકા સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ છે. તો માત્ર 44 સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસનો દબદબો છે. આંગળીના વેઢે ગણાય તેટલી સંસ્થામાં કોંગ્રેસનું રાજ બચ્યું છે. એક સમયે સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો. પરંતુ હવે સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો યથાવત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના શાસનમાં કોંગ્રેસ દરેક જગ્યાએથી જડમૂળથી ઉખેડાઈ રહી છે. ભાજપના શાસનમાં જ્યાં જ્યાં કોંગેસનું રાજ હતું, ત્યાં ત્યાંથી તેનો એક્કો ભૂસાઈ રહ્યો છે. જેની મોટી અસર સહકાર ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે. એક સમયે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનું રાજ હતું, પરંતુ ભાજપે પોતાના શાસનમાં એક એક કરીને તમામ સહકારી સંસ્થાઓ પોતાના હસ્તગત કરી લીધી. હવે 360 માંથી માત્ર 44 સહકારી ક્ષેત્રોમાં કોંગ્રેસનું શાસન બચ્યું છે. 


ગુજરાતના આ મંદિરમાં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે, અહીં દર્શન કરવા પરમિશન લેવી પડે છે


ગુજરાતની 84 ટકા સહકારી સંસ્થાઓમાં આજે ભાજપનું વર્ચસ્વ છે. 


ગુજરાતમાં રાજ્ય સ્તરની 12 સંસ્થાઓ છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો 17 છે. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો 19 છે. આ ત્રણેયમાં ભાજપનું શાસન છે. 
ગુજરાતમાં 22 સુગર મંડળી છે. જેમાંથી 18 ભાજપ પાસે તો 5 કોંગ્રેસ પાસે છે 
જિલ્લા સહકારી સંધો 24 છે, જેમાંથી ભાજપ સાથે 18 તો કોંગ્રેસ પાસે 5 છે.
ગુજરાતમાં કુલ 211 એપીએમસી છે, જે પૈકી ભાજપ પાસે 187 તો કોંગ્રેસ પાસે માત્ર 18 છે. 9 માં વહીવટદારનું શાસન છે.
રાજ્યમાં કુલ 30 જિલ્લા ખરીદ વેચાણ સંઘ છે, જેમાંથી 27 ભાજપ પાસે અને 3 કોંગ્રેસ પાસે છે.
22 ઔદ્યોગિક સંસ્થાઓ છે, જે પૈકી ભાજપ પાસે 9 અને કોંગ્રેસ પાસે 13 છે


વંદેભારત ટ્રેનને વલસાડ પાસે ફરી અકસ્માત, મોટી દુર્ઘટના થતા રહી ગઈ


એક આંકડો એવો પણ સામે આવ્યો છે કે, ગુજરાતમાં 85000 થી વધુ સહકારી સંસ્થાઓ આવેલી છે. જેમાં 2.31 કરોડ સભાસદ છે, જેનો સીધો અર્થ એ છે કે, પ્રત્યેક ત્રીજો ગુજરાતી સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં દર ત્રીજો ગુજરાતી જોડાયેલો હોવાથી રાજકીય વજન પડે છે.