ગુજરાતના બીજા ખોડલધામના નિર્માણની તૈયારીઓ શરૂ થઈ, આજે ભૂમિ પૂજન કરાયું
Patan Khodaldham : UPના રાજ્યપાલ આનંદીબહેન પટેલની ટકોર,,, કહ્યું, સ્ટેજ પર કેમ કોઈ મહિલાનું સન્માન ન થયું?,,, દાતાઓના સન્માનમાં માત્ર પુરુષોના સન્માન સામે કર્યો કટાક્ષ,,, મહિલાઓનું મહત્વ ઓછું ન આંકવાની કરી ટકોર,,, પાટણના સંડેર ગામે ખોડલધામ સંકુલના ભૂમિ પૂજનમાં આપ્યું નિવેદન
Patidar Samaj : કાગવડ ખોડલ ધામ જેવું પાટણના સંડેર મુકામે ઉત્તર ગુજરાતનું પ્રથમ ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છૅ. ત્યારે ઉત્તર ગુજરાતનું પ્રથમ ખોડલધામ સંકુલનું આજે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પાટીદાર ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાગવડ ખોડલ ધામ જેવા સંકુલો ગુજરાત માં પાંચ અલગ અલગ જગ્યા પર બનવવાનું નક્કી કરવામાં આવ્યું છૅ. જેમાં અમદાવાદ, સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમરેલી અને સંડેર મુકામે બનશે ત્યારે ઉત્તર ગુજરાતના સંડેર ગામ મુકામે પાંચ પૈકીનું પ્રથમ ખોડલધામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવ પટેલ, કાગવડ ખોડલધામ ના પ્રમુખ નરેશ ભાઈ પટેલ, પ્રફુલભાઈ પટેલ સહીતના ધારાસભ્યો અને પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ ખોડલ ધામ આશરે 50 વીઘામાં નિર્માણ થવાનું છૅ જે અધ્યત્મિકતાનું કેન્દ્ર સમાન છૅ.
આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈ કરી મોટી આગાહી, આ દિવસથી શરૂ થશે ઠંડીનો પ્રકોપ
જેમાં ખોડલ માતાજીનું મંદિર, હોસ્પિટલ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટેનું ટ્રેનિંગ સેન્ટર અને કૃષિ સંશોધન કેન્દ્ર એમ કુલ ચાર પ્રકલ્પો નિર્માણ પામશે. આ સિવાય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોના વિકાસ માટે તાજેતરમાં ખૂબ મોટી ગ્રાન્ટની ફાળવણી કરી છૅ. આ પ્રસંગે ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલે મંદિરમાં દાન આપવા સાથે આરોગ્ય માટે પણ દાન આપવા અનુરોધ કર્યો હતો.
મહિલાઓમાં વધતા જતા કેન્સરના નિદાન માટે પણ સમાજના લોકો દાન આપે તેના પર ભાર મુક્યો. સાથે જ તાજેતરમાં રાજ્યમાં વધતા જતા હાર્ટ એટેક અંગે પણ રાજ્યપાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ટકોર કરી કે, વધતા જતા હાર્ટ એટેક પર એનાલિસીસ કરવું જોઇએ. હાર્ટ એટેકનું કારણ કોરોના નથી, તેમ કહી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પર ટકોર કરી હતી.
તો આ પ્રસંગે ઉપસ્થિત કાગવડ ખોડલ ધામ ના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ આગામી સમયમાં અધતન સુવિધાઓ સાથેની કેન્સર હોસ્પિટલ ખોડલધામ દ્વારા બનાવવામાં આવશે. જેનું આગામી 21 જાન્યુઆરી રોજ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન કરાશે.