અમદાવાદ : જામનગર નજીક વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું છે. જોકે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો છે. ચાર દિવસમાં બીજુ વિમાન ર્દુઘટનાગ્રસ્ત થતાં આ ઘટનાની તપાસના આદેશ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના જામનગર પાસે શુક્રવારે એરફોર્સનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થતાં ફફડાટનો માહોલ પ્રસર્યો છે. વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જગુઆર પ્લેને સવારે સવા નવ કલાકના અરસામાં જામનગરથી રેગ્યુલર ઉડાન ભરી હતી. જોકે પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ હોવાનું ધ્યાને આવતાં સમય બગાડ્યા વિના પાયલોટે પ્લેનમાંથી પેરાશૂટ સાથે છલાંગ લગાવી હતી. સદનસીબે પાયલોટનો બચાવ થયો છે. 


કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા બે ટુકડા, પ્લેનમાંથી કૂદકો મારવા છતાં પાયલોટનું મોત


અહીં નોંધનિય છે કે, ગત મંગળવારે મુંદ્રા નજીક એરફોર્સનું એક જગુઆર પ્લેન ક્રેશ થયું હતું. જોકે આ ર્દુઘટનામાં પાયલોટ એર કમોડર સંજય ચૌહાણનું મોત નીપજ્યું હતું.