ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં બાળકોનું વેક્સિનેશન કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં 15થી 18 વર્ષના વયના બાળકોએ વેક્સિનેશનના પહેલા જ દિવસે કુલ 5.34 લાખ વિદ્યાર્થીઓને કોવિડ 19 સામે રોગપ્રતિકારક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કિશોરવયના બાળકો માટે 9 જાન્યુઆરી સુધી રસીકરણની ડ્રાઈવ ચાલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7મી જાન્યુઆરીને રવિવારે મેગા ડ્રાઈવ થતી જે કિશોરો શાળા કે કોલેજમાં જતા નથી અથવા તો વેક્સિન માટે ઉપલબ્ધ થયા નથી તેમને ઘરે જઈને પહેલો ડોઝ આપવાનું આયોજન છે. ત્યારબાદ 10 જાન્યુઆરીથી સિનિયર સિટિઝન સહિત કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઈન વર્કરોને ત્રીજો ડોઝ આપવા અભિયાન શરૂ થશે. રસી મળવાના કારણે હવે બાળકો પણ સુરક્ષિત થશે તેના કારણે આગામી સમયમાં કોરોનાનો ભય ઘટશે.


રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ગુજરાતમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને #COVID19 રસીકરણના પ્રથમ દિવસે જ 5.34 લાખ ડોઝ નિઃશુલ્ક આપી કોરોના સામે કવચ પૂરું પાડવા બદલ માન. વડાપ્રધાન શ્રી @narendramodi  જીનો હૃદયપૂર્વક આભાર. આ કાર્યને સફળતા પૂર્વક પાર પાડવા બદલ તમામ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અભિનંદન.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube