ગુજરાતના માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક સહાયકોને જીતુ વાઘાણીના હસ્તે પૂરા પગારના હુકમ એનાયત
આજે ગાંધીનગર ખાતે રાજ્યના બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2156 શિક્ષણ સહાયકો પૈકી પાંચ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રૂપે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પૂરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યના બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2156 શિક્ષણ સહાયકોને પૂરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે હુકમ એનાયત કરાયા છે. પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અભિનંદન પણ પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે જે મહિને 5 વર્ષ પૂર્ણ થશે ત્યારથી પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે.
આજે ગાંધીનગર ખાતે રાજ્યના બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2156 શિક્ષણ સહાયકો પૈકી પાંચ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રૂપે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પૂરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે, જે મહિનામાં શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થાય કે તૂરંત જ તેમને પૂરા પગારમાં સમાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારની નવી ગાઈડલાઈન જાહેર, નવા નિયમો જાણી લેજો
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યના કર્મચારીઓને સેવા વિષયક લાભો સમયસર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણમંત્રીએ પૂરા પગારમાં નિમણૂંક પામનારા શિક્ષણ સહાયકોને પુરા ખંતથી, નવી શિક્ષણનીતિ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નના ભારતના ઘડવૈયા બનવા આહવાન કર્યું હતુ.
માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે રાજ્યના યુવાઓને કારકિર્દી માટે રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત શિક્ષણ સહાયકોની સમયાનુસાર ભરતી કરવામાં આવે છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિસેમ્બર-2016માં નિમણૂંક પામેલ 2156 શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થતા તેમના પુરા પગારના હુકમ કરવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે પાંચ વર્ષ પૂર્ણ કરનારા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારના હુકમો અપાશે.
શું 1 વર્ષ પહેલા રચાયું હતું PM મોદીના કાફલાને રોકવાનું કાવતરું? આ વીડિયોથી ઉઠ્યા ગંભીર સવાલ
નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં કમિશનર શાળાઓની કચેરીના કમિશનર શાલિની દુહાન, સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડા, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ભરત વાઢેર સહિત શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube