ગુજરાતના વરિષ્ઠ પત્રકારની આકસ્મિક વિદાય : દિલીપભાઇ ગોહિલનું નિધન
Senior Journalist Dilipbhai Gohil Passed away : ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઇ ગોહિલનું ભાવનગરની હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન, તેઓ સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા હતા
Bhavnagar News : ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે. આજે વહેલી સવારે તેમણે ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. દિલીપ ગોહિલ છેલ્લાં એક અઠવાડિયાથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. લાંબી માંદગી બાદ તેમના આકસ્મિક મોતના સમાચાર આવતા પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
સાથી પત્રકારો પાસેથી મળતી માહિતી મુજબ, દિલીપ ગોહિલને થોડા દિવસો અગાઉ શરદી ઉધરસની સમસ્યા હતી, તેના બાદ તેમને નિમોનિયા થયો હતો. ચાર દિવસથી વેન્ટીલેટર પર હતા. શુક્રવારે મોડી રાતે તેઓએ ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આ છે ડબલ મીનિંગવાળા 3 સુપરહીટ ગીત, જેને ખુલીને કોઈની સામે નહિ ગાઈ શકો, છતાં ફેમસ થયા
ગુજરાતના એકમાત્ર એવા પત્રકાર હતા, જેઓએ અખબાર, મેગેઝીન, ચેનલ, ડિજીટલ, રેડિયો જેવા મીડિયાના તમામ માધ્યમોમાં નોંધપાત્ર કામ કર્યુ હતું. નવોદિત પત્રકારોના ઘડતરમાં તેઓએ ઊંડો રસ દાખવ્યો હતો. અને પત્રકારોની બે-બે પેઢીને તેમણે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
તેઓ મૂળ રાજુલાના વતની હતા અને પત્રકારતત્વની શરૂઆત મુંબઈમાં સમકાલીનથી કરી હતી. જેના બાદ તેઓએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી.
આ પણ વાંચો :
કેનેડા બોર્ડર પર મરનાર ડીંગુચા પરિવારનો આરોપી કેનેડામાં બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી : ઠંડી-ગરમી વચ્ચે આ દિવસોમાં વરસાદ ત્રાટકશે