કેનેડા બોર્ડર પર 4 ગુજરાતીઓના મોતમાં મોટો ખુલાસો : ડીંગુચાના પરિવારને મોતમાં ધકેલવામાં આ પાટીદારનો હતો મોટો રોલ

Dingucha Family Death Case : કેનેડા-યુએસ બોર્ડર પર કલોલના ડીગુંચા ગામના 4 લોકોના મોત થયા હતા. ચાર લોકોના મોતનો આરોપી બિંદાસ ફરી રહ્યો છે. કેનેડાના રસ્તા પર ફરી દેખાયો આરોપી ફેનિલ પટેલ... આરોપીના ચહેરા પર કોઈ અફસોસ નથી 

કેનેડા બોર્ડર પર 4 ગુજરાતીઓના મોતમાં મોટો ખુલાસો : ડીંગુચાના પરિવારને મોતમાં ધકેલવામાં આ પાટીદારનો હતો મોટો રોલ

Gujaratis In Canada વિશાલ ગઢવી/અમદાવાદ : ગેરકાયદેસર અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા મોતને ભેટેલા ડીંગુચાના પરિવારના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે. કેનેડા યુએસ બોર્ડર પર ગુજરાતના ચાર લોકો મોતનો મામલામાં બે વર્ષ બાદ મોટી માહિતી સામે આવી છે. ડીગુંચાના પરિવાર કેનેડાના માનિટોબામા ઠંડીમા થજી થવાથી મોત થયા હતા. પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડામા પ્રવેશ કરવા જતા આ ઘટના બની હતી. આ કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરાન્ટોમાં આરામથી ફરતો જોવા મળ્યો છે. કેનેડિયન મીડિયાના અહેવાલ પ્રમાણે આ ગુજરાતી પરિવારને આ રીતે અહિંયા લાવવામા ફેનિલ પટેલનો મોટા હાથ હતો. 

કેનેડીયન મીડિયાના દાવા પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પુષ્ટિ કરી હતી કે સીબીસી તપાસમાં મળી આવેલ વ્યક્તિ જ ફેનીલ પટેલ છે, જેને તેઓ શોધી રહ્યા છે. ફેનિલ પટેલ મૂળભૂત રીતે કેનેડામાં રહેતો એજન્ટ છે. તેણે કહ્યું કે, તે તેમને સરહદી વિસ્તારમાં લઈ ગયો. હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તેઓએ ફેનિલ પટેલને શોધવા અને કેનેડામાં તેની ધરપકડ કરવા માટે આરસીએમપીની મદદની વિનંતી કરી હતી, જેથી કરીને આરોપોનો સામનો કરવા માટે તેને ભારત લાવી  શકાય.

ડીંગુચાનાો પટેલ પરિવાર 19 જાન્યુઆરી, 2022 ના રોજ મિનેસોટામાં ગેરકાયદેસર રીતે પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીથી મૃત્યુ પામ્યો. 39 વર્ષીય જગદીશ પટેલ, તેમની 37 વર્ષીય પત્ની વૈશાલી, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના સ્થિર મૃતદેહો યુએસથી માત્ર 12 મીટરના અંતરે મળી આવ્યા હતા. 

ડિંગુચા પરિવારનું મોત
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 2022માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં દંપતી અને બે બાળકો મોતને ભેટ્યા હતા. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહેતા હતા. બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો ન હતો. જેના બાદ તેમના કેનેડા બોર્ડર પર મોતના સમાચાર સામે આવ્યા હતા. 

ગુજરાતીઓની વિદેશ જવાની લ્હાય
સરકાર ગમે તેવા કાયદા બનાવી લે કે પછી પોલીસ ગમે તેટલી ભીંસ વધારી દે, ગુજરાતીઓનું બે નંબરમાં અમેરિકા જવાનું કદાચ ક્યારેય બંધ નહીં થાય. આ ધંધામાં એજન્ટોને તો તગડી કમાણી છે જ, પરંતુ જે લોકો જીવનું જોખમ લઈને અમેરિકા જાય છે તે લોકો પણ ત્યાં સેટલ થયા બાદ સારું એવું કમાઈ લેતા હોય છે. એક સામાન્ય તારણ અનુસાર, બે નંબરના રુટમાં અમેરિકા જતાં મોટાભાગના લોકો ઓછું ભણેલા અને અનસ્કીલ્ડ હોય છે. તેઓ ભારતમાં પણ કંઈ ખાસ કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી હોતા. તેવામાં અમેરિકામાં ફુડ ડિલિવરી કે પછી નાના-મોટા સ્ટોર્સ, પેટ્રોલપંપ કે અન્ય જગ્યાઓ પર કામ કરી આ લોકો સારી એવી કમાણી કરતા હોય છે. જોકે, અમેરિકા પહોંચીને પણ રિસ્ક ઝીરો થઈ જાય છે તેવું જરાય નથી. પરંતુ ત્યાં સહી-સલામત પહોંચવું તે કોઈ નાની અને સરળ વાત નથી. ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા એક વ્યક્તિને અમેરિકા પહોંચવામાં ક્યારેક છ મહિનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news