Gujarati News : ગુજરાતના લોકોને સરળ પ્રવાસ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. આજે એસટીની નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસોનું લોકાર્પણ કર્યું છે. સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટથી ચૂકવણીની શરૂઆત કરાઈ છે. હવેથી એસટીમાં મુસાફરી કરવા માટે રોકડાની ઝંઝટ નહીં રહે. UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થયો છે. હવે બસમા બેસ્યા પછી તમારા ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો ટેન્શન ન લેશો. હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઈપ કરીને ટિકિટ લઈ શકશે. કારણ કે ST બસમાં ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. હવે મુસાફરો અને કંડક્ટરોને મોટી રાહત મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં એસટી નિગમ હવે કેશલેશ થવા એક ડગલું આગળ વધ્યું છે. રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર એસટી ડેપોમાં ૪૦ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણીનો પ્રારંભ છે. છેલ્લા કેટલાક સમયથી એસજી બસને ડિજીટલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. ત્યારે આખરે એસટીમાં ડિજીટલ પેમેન્ટનો વિધિવત પ્રારંભ કરાયો છે. 


તહેવારો પહેલા ખુશખબર! સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો


હવેથી POS મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને મુસાફરો ટિકિટ લઈ શકશે. POS મશીનમાં QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પ્રવાસી બસનું ભાડું ચૂકવી શકશે. જોકે, બસ મુસાફરો ડિજિટલ પેમેન્ટની સાથે રોકડા રૂપિયા આપીને પણ ટિકિટ ખરીદી શકશે. 


એસટી નિગમને આજે વધુ 40 બસ મળી છે, જેથી દિવાળી ટાંણે જ મુસાફરોની સુવિધામાં વધારો થશે. એસટી નિગમ દ્વારા 2×2 બસ બનવવામાં આવી છે. 40 બસ પૈકી અમદાવાદને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે. તેમજ વરોડાને 10, ગોધરાને 6 અને ભરૂચ ડેપોને 2 બસ ફાળવવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેલા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે. ગુજરાતના મધ્યન વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમ ની બસોમાં હવે UPI ની સુવિધા મળશે. એસટી બસોમાં નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. હવે સીધું ઓનલાઈન UPI ના માધ્યમ થી પેમેન્ટ થઈ શકશે. સાથે જ રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.


ગુજરાતમાં હાર્ટ એટેકનો દાવાનળ ફાટ્યો : માત્ર નવરાત્રિ હાર્ટ અટેકથી 36 લોકોના મોત