તહેવારો પહેલા ખુશખબર! સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો

Groundnut Oil prices Decrease : દિવાળી પહેલા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો... સિંગતેલના ભાવમાં 80 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો 

તહેવારો પહેલા ખુશખબર! સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો

Groundnut Oil Prices : તહેવારો પહેલા છૂટક મોંઘવારીમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલોના ભાવમાં કમરતોડ વધારા બાદ હવે તેલના ભાવ ઘટી રહ્યાં છે. ખાસ કરીને માર્કેટમાં મગફળીની આવક વધવાનું કારણ પણ સિંગતેલના ભાવ ઘટાડા માટે જવાબદાર છે. ત્યારે ફરી એકવાર આજે તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તુ થયુ છે. ત્યારે તહેવારો પહેલા ફરીથી લોકોને ખુશખબર મળી છે, અને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. જ્યારે આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે. 

ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે. ઓક્ટોબર મહિનાથી તેલના ભાવ સતત નીચે જઈ રહ્યાં છે. છેલ્લાં એક મહિનાના ગાળામાં ચોથીવાર સિંગતેલના ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા છે. સતત વધતા તેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ 2820 રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા થયા છે.

  • 3 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
  • 10 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
  • 13 ઓક્ટોબર - 20 રૂપિયાનો ઘટાડો 
  • 25 ઓક્ટોબર - સિંગતેલમાં 80 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો 

જો તમે ચટાકેદાર મસાલાની લિજ્જત માણો છો તો સાવધાન, ફેમસ કંપનીના ડુપ્લીકેટ મસાલા પકડાય

સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ, ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

સિંગતેલના ભાવ ઘટવાનું એક કારણ એ પણ છે કે, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીનું ઓછું ઉત્પાદન થયું છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાએ પહોંચી ગયો હતો. પરંતુ હવે માર્કેટમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેથી તેલના ભાવમાં ઘટાડો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news