Gujarat State Eligibility Test: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 2022 નું નોટિફિકેશન જાહેર કર્યું છે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટ 2022 થી શરૂ થશે. પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2022 સુધી છે. પરીક્ષા 6 નવેમ્બર 2022 થી યોજાશે. પરીક્ષાની સમયમર્યાદા 3 કલાકની હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે હશે પેપર એક અને પેપર બેની પરિક્ષા?
પેપર I ની પરીક્ષા એક કલાકની હશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટીની પરીક્ષા સવારે 9.30 થી 10.30 વાગ્યા સુધી યોજાશે. ત્યારે પેપર II ની વાત કરીએ તો આ પરીક્ષા બે કલાક માટે હશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટીની પરીક્ષા સવારે 10.30 થી બપોર 12.30 વાગ્યા સુધી હશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી 25 વિષયોમાં આગિયાર કેન્દ્રો જેમ કે, વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, જૂનાગઢ, ગોધરા, વલસાડ અને ભૂજમાં યોજવામાં આવશે.


આ પણ વાંચો:- સાદગી અને દિલકશ અદાઓ સાથે આલિયાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ તસવીરો


[[{"fid":"399505","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી પરીક્ષાની જાણકારી
માત્ર તે ઉમેદવાર ગુજરાત સ્ટેટ એલિજિબિલિટીમાં હાજર થવા માટે યોગ્ય છે જેમણે યુજીસી દ્વારા ઉલ્લેખિત માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષ અથવા સેમિસ્ટરને પૂર્ણ કર્યું છે/ અભ્યાસ કરી રહ્યા છે. જે ઉમેદવાર પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છે છે, તેમણે જનરલ, જનરલ-EWS અને SEBC-નોન ક્રીમી લેયર ઉમેદવારો માટે અરજી ફી તરીકે 900 રૂપિયા ચૂકવવા પડશે. 700 અનુસુચિત જાતી/ અનુસુચિત જનજાતિ/ ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અને 100 રૂપિયા વિકલાંગ ઉમેદવારોને આપવા પડશે. ઉમેદવારો તેની ચૂકવણી ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ/ નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન મોડના માધ્યમથી કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube