ગુજરાત સ્ટેટ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના 13 સ્પર્ધકો ઝળક્યા
અમદાવાદમાં ૨૫ ફેબ્રુઆરી થી લઇ ને ૬ માર્ચ સુધી ૫૬મી ગુજરાત સ્ટેટ શૂટિંગ કોમ્પીટિશનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભરૂચ ડીસ્ટ્રિક્ટ રાઈફલ શૂટિંગ એસોસિએશનના 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 11 મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે અને આગળ પ્રિનેશનલ રમવા માટે પસંદગી પામેલ છે.
ભરત ચુડાસમા, ભરૂચ: અમદાવાદમાં ૨૫ ફેબ્રુઆરી થી લઇ ને ૬ માર્ચ સુધી ૫૬મી ગુજરાત સ્ટેટ શૂટિંગ કોમ્પીટિશનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભરૂચ ડીસ્ટ્રિક્ટ રાઈફલ શૂટિંગ એસોસિએશનના 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 11 મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે અને આગળ પ્રિનેશનલ રમવા માટે પસંદગી પામેલ છે.
આ સ્પર્ધામાં દસ વર્ષથી લઈને ૬૫ વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંના એક ભરૂચ જિલ્લાના પ્રણવભાઈ જોશી ૬૧ વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે,આ ઉપરાંત ખુશી ચુડાસમા એક ગોલ્ડ, એક સિલ્વર એક બ્રોઝ, તન્વી જોધાણી બ્રોંઝ,પૃથ્વીરાજ રણા સિલ્વર, માનવરાજ ચુડાસમા, અગમ આદિત્ય, સિદ્ધાર્થ પટેલ ત્રણે ટીમ માં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે, સોમ વિસાવડીયા એ બે સિલ્વર મેડલ મેળવેલ છે.જ્યારે યશરાજ સેવનિયા, અધ્યયન ચૌધરી, પાર્થ સિંહ રાજાવત,વિધિ ચૌહાણ, અદિતિ રાજેશ્વરી, અનિલ પટેલ, હિરેન રાઠોડ બધા સ્પર્ધકોએ સ્ટેટ લેવલની શૂટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઇ ભરૂચનું નામ રોશન કર્યું છે.
(ખુશી ચુડાસમા)
ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિયેશનના પ્રેસિડન્ટ અરુણ સિંહ રાણા અને સેક્રેટરી અજય પંચાલ સ્પર્ધકોની પ્રોત્સાહન આપી આગળ નેશનલ લેવલે પૂરતી પ્રેક્ટિસ મળે અને ભરૂચ જિલ્લાના વધુ સ્પર્ધકો શૂટિંગ ક્ષેત્રે આગળ વધે તે માટે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે. કોચ મિત્તલ ગોહિલ ભરૂચ ડીસ્ટ્રીક ને વધુમાં વધુ મેડલ પ્રાપ્ત થાય અને ભરૂચ ડીસ્ટ્રીક ના સ્પર્ધકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરે તેની પૂર્તિ તાલિમ આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube