અમદાવાદઃ સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાની બીજી ઈનિંગથી 203 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જળાશયોની સ્થિતિની જો વાત કરીએ તો 100 ટકાથી વધુ ભરાયા હોય તેવા 13 જળાશયો, 70થી 99 ટકા ભરાયા હોય તેવા 31 જળાશયો, 50થી 70 ટકા ભરાયા હોય તેવા 25 જળાશયો, 25થી 49 ટકા ભરાયા હોય તેવા 50 જળાશયો, 25 ટકાથી ઓછા હોય તેવા 85 જળાશયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો ચે. તો રાજ્યના પાંચ તાલુકાઓમાં સીઝનનો બે ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. 20 તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. પાંચથી 10 ઇંચ વરસાદ થયો હોય તેવા 44 તાલુકા છે. જ્યારે 99 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ થયો છે. તો 53 તાલુકામાં 20થી લઈને 40 ઇંચ સુધી વરસાદ થયો છે. 40 ઇંચ કરતા વધુ વરસાડ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા 30 જેટલી છે. 


શું છે રાજ્યોના જળાશયોની સ્થિતિ
100 ટકાથી વધુ ભરાયા હોય તેવા 13 જળાશયો
70થી 99 ટકા ભરાયા હોય તેવા 31 જળાશયો
50થી 70 ટકા ભરાયા હોય તેવા 25 જળાશયો
25થી 49 ટકા ભરાયા હોય તેવા 50 જળાશયો
25 ટકાથી ઓછા હોય તેવા 85 જળાશયો


કચ્છમાં ઓછો વરસાદ
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે પરંતુ કચ્છમાં સીઝનનો કુલ 16.24 ટકા જ વરસાદ થયો છે. બીજા રાઉન્ડમાં કચ્છમાં પણ થોડો સારો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં 1.68 ઇંચ, અંજારમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે.