શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: પ્રાંતિજ નનનપુર ગામમાં જમીનમાંથી ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું તો પાણીના ટેન્કરો વડે છટકાવ કર્યો હતો અને ધુમાડા બંધ થયા બાદ જેસીબી વડે ખોદકામ કર્યું હતું જેને લઈને તંત્ર અને પંચાયતે આગળની કામગીરી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Gautam Adani: ગૌતમ અદાણીની જોરદાર વાપસી, અમીરોની યાદીમાં 12 સ્થાનનો કૂદકો


સમગ્ર જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી જો કે મહિલા ખુલી જગ્યા ઉપર લાકડા વીણવા ગઈ હતી તે દરમિયાન જમીનમાં પગ ધસી પડતા પગ દાજયો હતો બાદમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી જોકે ધુમાડો વધુ પ્રસરતા ગામના સાનિકો ના ટોળેટોળા એકઠા થયા હતા.સ્થાનિકોએ પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરી હતી. 



હોળીના દિવસે સ્પેશિયાલિસ્ટ હિન્દુ ડોક્ટરનું ગળું કાપીને કરપીણ હત્યા, જાણો સમગ્ર વિગત


ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ધુમાડો નીકળતી જગ્યાએ પાણીનો છંટકાવ કર્યો હતો જોકે તે દરમિયાન તમારું નીકળવાનું બંધ થયું હતું પરંતુ આજે સવારે તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા હતા અને બાદમાં જેસીબીની મદદ વડે જગ્યા ઉપર ખોદકામા કરવામાં આવ્યું હતું જોકે હાલ તો ધુમાડો નીકળવાનું બંધ થતા ખોદકામ કરી જગ્યા પર ખાડા કરી દેવામાં આવ્યા છે.


સોમનાથમાં ક્યારેય ન બન્યું હોય તે બન્યું : બિલ્વપૂજા માટે ભક્તોએ રેકોર્ડ તોડ્યો



પ્રાંતિજ તાલુકાની સીમમાં અલગ અલગ પ્રકારની સિરામિક્સ અને ઉદ્યોગો આવેલા છે ત્યારે ઉદ્યોગોની નીકરતી વેસ્ટ જે દસ્ત હોય છે તે દસ્ત આજુબાજુના ગ્રામજનો જમીનના પુરાણ માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ નનાનપૂર ગામે વર્ષો અગાઉ ડસ્ટ થકી પુરાણ કરવામાં આવ્યું હતું જોકે વર્ષો બાદ ગઈકાલે પુરાણ થયેલ જગ્યા પર ડસ્ટનના કારણે ધુમાડો નીકળતા તંત્ર દોડતું થયુ હતું ત્યારે હાલ તો  પ્રાથમિક અનુમાન પ્રમાણે કેમિકલ યુક્ત દસ્ત હોવાને લઇ ધુમાડો નીકળતો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. 


આલિયા સિદ્દીકીએ શેર કર્યા નવાઝ સાથેનું ઓડીયો રેકોર્ડીંગ, સાંભળીને ઉડી જશે હોશ..


જોકે હાલતો નનપુર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા અંબુજા નામની કંપનીની નોટિસ આપવામાં આવી છે જે જગ્યાએ દસ રાખવામાં આવે છે તે જગ્યાએ સફાઈ અને આગામી સમયમાં ગ્રામ પંચાયતની સીમમાં કોઈ પણ પ્રકારનો દસ ન નાખવા માટે નોટિસ આપી છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે.



LICની સુપરડુપર સ્કીમ! 233 રૂપિયાના મહિનાના રોકાણ પર મળશે 17 લાખ, ટેક્સમાં મળશે માફી


હાલ તો તંત્ર હરકતમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે એક પછી એક અધિકારીઓ મુલાકાતે આવી રહ્યા છે તો પંચાયત દ્વારા  અમ્બુજા એક્સપર્ટ લી. ને નોટિસ આપી ત્રણ દિવસમાં કચરો હટાવવા જણાવ્યું છે ત્યારે હવે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.