Gautam Adani Net Worth: ગૌતમ અદાણીએ લગાવ્યો હનુમાન કૂદકો, જાણો ટોચ 10 અમીરોથી કેટલા છે દૂર?
Gautam Adani Net Worth: ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં ગૌતમ અદાણીએ છેલ્લા 24 કલાક દરમિયાન 1.4 અરબ ડોલરની સંપત્તિ એકત્ર કરી ચૂક્યા છે. 35માં નંબરેથી ગૌતમ અદાણીએ છેલ્લા 10 દિવસમાં જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે.
Trending Photos
Gautam Adani Networth: હિંડનબર્ગના રિપોર્ટ બાદ વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા નંબરથી 35માં નંબરે આવી ગયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણીની સંપત્તિમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. જે રોકાણકારો માટે ખુશીના સમાચાર છે. વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણીએ મોટી છલાંગ લગાવી છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં ગૌતમ અદાણીએ છેલ્લા 24 કલાક દરમિયાન 1.4 અરબ ડોલરની સંપત્તિ એકત્ર કરી ચૂક્યા છે. 35માં નંબરેથી ગૌતમ અદાણીએ છેલ્લા 10 દિવસમાં જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે. જો અદાણી ગ્રૂપ પર રોકાણકારોનો વિશ્વાસ આ રીતે વધતો રહેશે તો ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટોચના 10 અમીરોની નજીક પહોંચી શકે છે.
અમીરોની યાદીમાં કયા નંબર પર છે ગૌતમ અદાણી
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ અનુસાર, વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ જેમની કુલ સંપત્તિ 211.1 અરબ ડોલર છે અને બીજા નંબરે એલોન મસ્ક છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં 25મા નંબરે છે. જોકે તેઓ હજુ પણ ટોપ-10થી દૂર છે. તેમની કુલ સંપત્તિ 46.3 અરબ ડોલર થઈ ચૂકી છે.
કયા નંબરે છે મુકેશ અંબાણી
અમીરોની યાદીમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ટોપ ટેનમાં 8મા સ્થાને છે અને તેમની કુલ સંપત્તિ 85.6 અરબ ડોલર છે. જ્યારે 9મા નંબર પર સ્ટીવ બાલ્મર છે, જેની કુલ સંપત્તિ 82 અરબ ડોલર છે. 10મા સ્થાને લેરી પેજ છે, જેમની કુલ સંપત્તિ 82 અરબ ડોલર છે.
અદાણી ગ્રુપના શેરમાં જોવા મળી તેજી
છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપના શેરમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. રોકાણકારો અદાણી ગ્રૂપમાં વિશ્વાસ જમાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘણી કંપનીઓએ અપર સર્કિટ લગાવી છે. જોકે, અદાણી એન્ટરપ્રાઇઝિસ ગુરુવારે 4.49 ટકા ઘટીને રૂ. 1,948 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહી છે. બીજી તરફ ગ્રૂપની 6 કંપનીઓના શેરમાં ઉપલી સર્કિટ લાગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે