અમદાવાદ : કોરોના હાલ જાણે રાજકીય યાત્રાએ નિકળ્યો હોય તેમ એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગુજરાતનાં એક પછી એક મંત્રીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી જયેશ રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેની સાથે હતા. તેમને થોડા દિવસોથી કોરોનાના લક્ષણો પણ જણાતા હતા. જેથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: પોલીસ વિભાગ હજારો જગ્યાઓ પર ભરતી કરવાનો કર્યો પરિપત્ર, સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી આનંદો


Gujarat Corona Update: નવા 1334 દર્દી, 1255 દર્દી સાજા થયા, 17 લોકોનાં મોત


આ ઉપરાંત રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ દ્વારા નવા પ્રમુખ તરીકે સી.આર પાટીલની નિમણુંક કરવામાં આવ્યા બાદ તેમણે ગુજરાતનાં રાજકારણને સમજવા માટે અને નેતાઓ સાથે મુલાકાત માટે અલગ અલગ પ્રાંતોમાં રેલીઓ યોજી હતી. જેનો ખુબ જ વિરોધ પણ થઇ રહ્યો હતો. આટલું જ નહી પરંતુ તેના કારણે મોટા પ્રમાણમાં કોરોના ફેલાયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા હતા.