ચેતન પટેલ/સુરતઃ કોરોના જંગ વચ્ચે એક તરફ યોદ્ધાના રૂપમાં ડોક્ટરોની પ્રશંસા થઈ રહી છે. તો કેટલિક એવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં હોસ્પિટલોએ માનવતા નેવે મુકી દીધી છે. હવે સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દર્દી પાસે હોસ્પિટલે 12 લાખથી વધુનું બિલ વસુલ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર સૂરતના ઝાપા બજાર વિસ્તારમાં રહેનાર 50 વર્ષીય ગુલામ હૈદર શેખને 12 મેએ તાવ-શરદીની સમસ્યા થઈ હતી. ત્યારબાદ તેમને પોતાના ફેમેલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. કોરોના લક્ષણ હોવાની આશંકાને કારણે ગુલામ હૈદરને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. 


48 કલાકમાં બીજો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
દાખલ કર્યા બાદ અઠવાગેટ સ્થિત ટ્રાય સ્ટાર હોસ્પિટલોના ડોક્ટરોએ પરિવારજનોને જણાવ્યું કે, ગુલામ હૈદરની સ્થિતિ ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવા પડશે. ડોક્ટરે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના 48 કલાક બાદ બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 


અમદાવાદથી ભાવનગર ગયેલા 5 લોકો કોરોનાગ્રસ્ત, નવા 8 કેસ નોંધાયા  


આ દરમિયાન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ગુલામ હૈદરને રાખવામાં આવ્યા હતા. પરિવારજનોને દર્દીને મળવાની મંજૂરી નહતી. મોબાઇલથી વીડિયો કોલિંગ પર વાત કરાવવામાં આવી રહી હતી.ડોક્ટરોએ પરિવારજનોને તે પણ જણાવ્યું કે, ગુલામ હૈદરના ફેફસા ખરાબ છે. 


તેમને 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ શનિવારે સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ બિલ જોઈને પરિવારજનો ચોંકી ગયા હતા. તેમની પાસેથી સારવાર માટે 12.23 લાખ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર