અમદાવાદ: ગુજરાતે (Gujarat) 2021માં ટેક્સ કલેક્શન (Tax Collection) માં 126 ટકાનો વધારો કર્યો છે. ઇનકમ ટેક્સ (Income Tax) ના મુખ્ય ચીફ કમિશ્નર રવિંદ્ર કુમારનું કહેવું છે કે 2021માં કોવિડની બીજી લહેર છતાં પણ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક દરમિયાન ગુજરાત (Gujarat) માં ટેક્સ સંગ્રહ (Tax Collection) માં 126 ટકાનો વધારો થયો છે. જે એક સારા સમાચાર છે. કમિશ્નર રવિંદ્ર કુમારે કહ્યું કે 'ગુજરાત સારી પ્રગતિ કરી રહ્યું  છે. રાજ્યમાં ટેક્સ કલેક્શન 1 એપ્રિલ, 2021 થી અત્યાર સુધી 12,000 કરોડથી વધુ થઇ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 5,300 કરોડ રૂપિયા જ ટેક્સ કલેક્શન (Tax Collection) થઇ શક્યું હતું. ગત વર્ષે આ વર્ષની તુલના કરવામાં આવે તો ટેક્સ કલેક્શનમાં (Tax Collection) 126 ટકાનો વધારો થયો છે. રવિંદ્ર  કુમારે ગત અઠવાડિયે કાર્યાલયનો કાર્યભાર સંભળાવ્યો છે. આ પહેલાં રવિંદ્ર કુમાર (Ravindra Kumar) નું પોસ્ટિંગ કેરલમાં હતું. 

NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો


રવિંદ્ર કુમારે (Ravindra Kumar) કહ્યું કે ગત નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન હતું. લગભગ દરેક પ્રકારની આર્થિક ગતિવિધિઓ બંધ પડી ગઇ હતી, જેના લીધે પરીણામસ્વરૂપ સમાજના મોટા વર્ગને ઇનકમનું નુકસાન થયું હતું. લોકડાઉન દૂર થયા બાદ પણ સ્થિતિને ફરીથી સામાન્ય થવામાં ઘણો સમય લાગ્યો હતો. આ ગત વર્ષે ખરાબ ટેક્સ કલેક્શન (Tax Collection) માં જોવા મળી રહ્યું છે. આ વર્ષે થોડું સારું હતું કારણ કે લોકડાઉન (Lockdown) માં તો લાગ્યું સંપૂર્ણ ન હતું. જેના લીધે આર્થિક ગતિવિધિઓને અસર પડી નહી. તેના પરિણામસ્વરૂપ સારું ટેક્સ કલેક્શન (Tax Collection) થયું છે. 


અધિકારીએ કહ્યું કે દેશમાં પ્રથમ ત્રિમાસિકમાં કુલ ઇનકમ કલેક્શનમાં 145 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે અમે સાચા માર્ગે છીએ અને સારા રાજ્યોમાંથી એક છે. કેટલાક રાજ્યો સારુ પ્રદર્શન કરી શક્યા નથી. તેમાં એક કેરળ પણ છે, પર્યટન પર ખરાબ અસર પડી છે અને પ્રદૂષણમાં ભારે ઘટાડો આવ્યો છે. 

Rath Yatra: અમદાવાદમાં શરતોને આધીન રથયાત્રાને મંજૂરી, ટૂંક સમયમાં થશે જાહેરાત


વર્ષ 2019 દરમિયાન ગુજરાત (Gujarat) માં વાર્ષિક ટેક્સ કલેશન (Tax Collection) 50,000 કરોડ રૂપિયા હતું. આ 2020-21 માં ઘટીને 45,000 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે ગત વર્ષે કોરોનાના લીધે વિભાગને પોતાના ટેક્સ કલેક્શનના ટાર્ગેટને 65,000 કરોડ રૂપિયાથી 42,000 કરોડ રૂપિયા પર કરવા પર મજબૂર કરી દીધા હતા.  

Amit Shah ના પ્રવાસમાં થયો ફેરફાર, પરિવાર સાથે ભગવાન જગન્નાથના કરશે દર્શન


વિભાગ દ્વારા ઉકેલવામાં આવેલી ફરિયાદો વિશે વાત કરતાં રવિંદ્ર કુમારે કહ્યું કે આ વર્ષે પણ અમને 444 ફરિયાદો મળી હતી. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં ગંભીર મહામારીની સ્થિતિ છતાં અમે 423 કેસના સમાધાન કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube