Rath Yatra: અમદાવાદમાં શરતોને આધીન રથયાત્રાને મંજૂરી, ટૂંક સમયમાં થશે જાહેરાત

ત્યારે અષાઢી બીજ (Ashadhi Bij 2021) નજીક આવતી હોવાથી રથયાત્રા (Rath yatra) નિકળશે કે નહી તેને લઇને ભક્તોમાં ભારે આતુરતા હતી.

Rath Yatra: અમદાવાદમાં શરતોને આધીન રથયાત્રાને મંજૂરી, ટૂંક સમયમાં થશે જાહેરાત

હિતલ પારેખ, ગાંધીનગર: છેલ્લા દોઢ વર્ષથી દેશ-વિદેશમાં કોરોના (Coronavirus) નો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી લહેર (Second Wave) માં પણ ગુજરાત (Gujarat) માં વધુ અસર જોવા મળી હતી. પરંતુ હવે ધીમે ધીમે કોરોના કેસ (Corona Case) ઘટતા જાય છે. ત્યારે સરકાર (Government) નિયમોમાં છૂટછાટ આપી રહી છે. અત્યાર સુધી મંદિરના કપાટ બંધ હતા પરંતુ હવે ગુજરાત (Gujarat) ના મોટાભાગના કપાટ ખુલી ગયા છે.

ત્યારે અષાઢી બીજ (Ashadhi Bij 2021) નજીક આવતી હોવાથી રથયાત્રા (Rath yatra) નિકળશે કે નહી તેને લઇને ભક્તોમાં ભારે આતુરતા હતી. ત્યારે આજે કેબિનેટની બેઠકમાં રથયાત્રાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં શરતોને આધીન રથયાત્રા કાઢવામાં આવશે. જે અંગે થોડીવારમાં જાહેરાત કરવામાં આવશે. 

ત્યારે આખરે અમદાવાદમાં રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગત વર્ષે અમદાવાદમાં રથયાત્રા પણ નીકળી નહોતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથે પરિભ્રમણ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news