ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થઇ ઊંટણીના દુધની ડેરી, બનાવાશે આઇસક્રીમ અને ચોકલેટ
કચ્છમાં ઊંટણીના દુધ માટે ગુજરાતની પ્રથમ સરહદ ડેરી શરૂ કરી રહી છે. ઊંટણીના દૂધનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેમાંથી ઊંટની આઈસ્ક્રીમ,ચોકલેટ અને દૂધમાંથી સાબુ પણ બને છે તો સજીવ ખેતી માટે ઊંટના પેશાબ અને પોદરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં પહેલા ઊંટને મહત્વ મળતું નહોતું. જેના લીધે આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધની ડેરી શરૂ થઇ રહી છે. સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિમાં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે.
રાજેંદ્ર ઠાકર/ ભૂજ: કચ્છમાં ઊંટણીના દુધ માટે ગુજરાતની પ્રથમ સરહદ ડેરી શરૂ કરી રહી છે. ઊંટણીના દૂધનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેમાંથી ઊંટની આઈસ્ક્રીમ,ચોકલેટ અને દૂધમાંથી સાબુ પણ બને છે તો સજીવ ખેતી માટે ઊંટના પેશાબ અને પોદરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં પહેલા ઊંટને મહત્વ મળતું નહોતું. જેના લીધે આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધની ડેરી શરૂ થઇ રહી છે. સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિમાં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે.
હવે કચ્છમાં લુપ્ત થવાને આરે પહોંચેલા કચ્છી અને ખારાઈ ઊંટોના સંરક્ષણ અને ઉંટ પાલન વ્યવસાયને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે કચ્છના માલધારી ઓએ ઉંટ ઉછેરક માલધારી સંગઠન કુલ 370 માલધારીઓ સભ્ય તરીકે જોડાયેલા છે. લુપ્ત થતા કચ્છના ખારાઈ ઉંટને રાષ્ટ્રીય માન્યતા પણ છે ત્યારે ઊંટણીના દૂધનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ત્યારે આ દૂધને વધારે સમય કઈ રીતે સગ્રહ કરી શકાય અને તેમાંથી ડેરી દ્વારા આઈટમ કે ઔષધીય ઉપયોગ પણ થાય છે. કચ્છમાં ઊંટણીના દુધ માટે ગુજરાતની પ્રથમ સરહદ ડેરી શરુ થઇ રહી છે. ઊંટણીના દૂધનો ઉપયોગ પણ વધી રહ્યો છે. જેમાંથી ઊંટની આઈસ્ક્રીમ,ચોકલેટ અને દૂધમાંથી સાબુ પણ બને છે તો સજીવ ખેતી માટે ઊંટના પેશાબ અને પોદરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે વિસ્તૃત માહિતી ડેરીના ચેરમેન વલમજી હુંબલએ આપી હતી અને કઈ રીતે બધું અમલીકરણ શક્ય બન્યું અને હવે જે ફાયદો માલધારીઓને મળશે એની પણ વાત કરી હતી. તેના ઔષધીય ગુણો, તેનામાંથી મળતા વિટામિન્સ સહિતની માહિતી આપી અને અત્યાર સુધી 70 હજાર લીટર દૂધ અમુલને આપ્યો છે.
આપણા દેશમાં ખેતીની ઉત્પાદકતા વધારવા માટે હરિયાળી ક્રાંતિ થઇ, જેમાં હાઇબ્રીડ બીજ અને રાસાયણિક ખાતરના ઉપયોગ પર વધુ જોર આપવામાં આવ્યું, જેનાથી પાકની ઉત્પાદકતા વધી, પરંતુ તેની ઘણી આડ અસરો જોવા મળી રહી છે. ત્યારે ઊટના પોદરા અને પેશાબ તે ખેતર માટે બહુ જ ફાયદાકારક હોય છે, તેના બદલામાં ખેડૂતો જેટલા દિવસ તેમને ખેતરમાં બસાડે એટલા દિવસનું રાશન આપતા હતા. ઘણા ખેડૂતો તો ઊટ બેસાડવાનું નાણાકીય વળતર પણ આપતા હતા.
નખત્રાણા તાલુકાના ગંગોણ ગામના ખેતાભાઇ રબારી એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાના બદલે ઊંટના પેશાબનો ઉપયોગ કરીને પોતાના ખેતરમાં સારો પાક લેવાની શરૂઆત કરી છે. ખેતાભાઇ ઘણા વર્ષોથી પોતાના ખેતરમાં જમીન ફળદ્રુપતા વધારવા ઊટ બેસાડતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ખેતરમાં ઊટોને બેસાડાયા હતા, તે વર્ષે ખેતરમાં તેમને ગુવારનું વાવેતર કર્યું હતું, તો તેમાં પાછલા વર્ષથી સરખામણીએ ગુવારનો મબલખ પાક ઉતર્યો.
આ જોઇને વિચાર આવ્યો કે, મારા બધા ખેતરોમાં ઊંટ તો નહીં બેસાડી શકું, પરંતુ ઊટનો પેશાબનો ખાતર તરીકે ઉપયોગ કરીને ઉત્પાદન લઇ શકાશે. સામજિયારાના માલધારી રાજાભાઇ રબારી પાસેથી ઊટનો પેશાબ લેવાનું શરૂ કર્યું. ખેતાભાઇએ ઊંટના પેશાબના એક લિટરના ૬૦ રૂપિયા ભાવે ઊટ માલધારી પાસેથી ખરીદી કરી. જયારે કપાસને પાણી આપે છે, તેની સાથે ઊંટનો પેશાબ આપે છે, તેનાથી તેમને કપાસના પાકમાં યુરિયા ખાતર અને ફોસ્ફરસ જેવા રાસાયણિક ખાતરો નાખવાની જરૂરિયાત પડી નથી. તેમનો કપાસ બહુ જ થયો છે અને સારાં પ્રમાણમાં આવ્યો છે. આ વર્ષે તેમને કપાસનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થશે.