સોમનાથ :ફરવાના શોખીન ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન એટલે દીવ-દમણ. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરી છે. આવામાં પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહે છે. પરંતુ જો હવે તમે દીવ જવાનુ પ્લાનિંગ કરતા હોય તો નકામુ છે. કારણ કે તમે દીવના દરિયામાં પગ પણ નહિ મૂકી શકો. દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાગુ કરાઈ 144 ની કલમ
જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્મા દ્વારા 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ તેમજ દરિયામાં ન્હાવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટકે કે તમે દીવના દરિયા કિનારે જઈને ફરી તો શકશો, પણ દરિયામાં જઈ નહિ શકો. તમે ન્હાવા માટે દરિયામાં નહિ જઈ શકો. જો તમે આવુ કરશો તો દીવ પોલીસ દ્વારા તમારી સામે કલમ 144 મુજબ કાર્યવાહી કરવામા આવશે. તમારા પર એફઆઈઆર દાખલ થઈ શકે છે. કાયદાનું ઉલ્લઘન કરનાર સામે IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 


આ પણ વાંચો : આ ચાવાળાને ચા બનાવતા જોઈ બે ઘડી લોકોના શ્વાસ થંભી જાય છે, ભાવનગરમાં જલ્સો પડી જાય છે...


શા માટે આ નિર્ણય લેવાયો
ગુજરાતમા હવે ચોમાસાની મોસમ આવશે. આ દિવસોમાં દરિયો તોફાની બને છે. દરિયામાં કરંટનુ પ્રમાણ વધતા મોજા પણ ઉંચે ઉછળે છે. આવામાં મુસાફરોના જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે.


હાલ આ જાહેરનામાને પગલે દીવના દરિયે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. દરિયા કિનારે તૈનાત પોલીસ કર્મચારીઓ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવવામાં આવી રહ્યા છે. જો કોઈ પણ પ્રવાસ કોઈ પણ બીચના ખૂણે પણ ન્હાતો દેખાશે તો પણ તેને પકડી લેવામાં આવશે. તેથી દીવમાં ફરવા જતા લોકો આ બાબતનું ખાસ ધ્યાન રાખે. 


આ પણ વાંચો : 


નાપાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહિ બગડે, ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે લેવાયો મોટો નિર્ણય