નાપાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહિ બગડે, ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે લેવાયો મોટો નિર્ણય
Gujarat Government Big Decision : શૈક્ષણિક વર્ષ 2021 - 22 દરમિયાન ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક તક અપાશે. 13 જૂનથી શાળાઓ શરૂ થાય ત્યારે નાપાસ વિદ્યાર્થીઓની શાળા કક્ષાએ પરીક્ષા લેવા આદેશ કરાયો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓની રી-ટેસ્ટ લેવા અંગે નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરાયેલી રજૂઆત બાદ શિક્ષણ વિભાગે બાળકોના હિતમાં નિર્ણય લીધો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયુ કે, સમગ્ર કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળ કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2021 - 22 દરમિયાન ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક તક અપાશે. 13 જૂનથી શાળાઓ શરૂ થાય ત્યારે નાપાસ વિદ્યાર્થીઓની શાળા કક્ષાએ પરીક્ષા લેવા આદેશ કરાયો છે. રી - ટેસ્ટ માટે પરીક્ષાનું સંપૂર્ણ આયોજન શાળા કક્ષાએથી કરવાનું રહેશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિધાર્થીઓના અભ્યાસનું 1 વર્ષ બચશે. તેઓ રી-ટેસ્ટમાં પાસ થવાથી તણાવ વિના આગળના વર્ષમાં અભ્યાસ કરી શકશે. કોરોના કાળ તમામ માટે કપરો રહ્યો હતો, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. કારણ કે, વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓ મોબાઈલની સ્ક્રીન પર ભણવા મજબૂર બન્યા હતા. આવામાં અનેક વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી હતી.
આ પણ વાંચો : વડનગરમાં આવેલા એક મહારાજે પહેલા જ નરેન્દ્ર મોદીનુ ભવિષ્ય કહી દીધુ હતું, માતા હીરાબા પણ થયા હતા આશ્ચર્યચકિત
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન શૈક્ષણિક વર્ષ 2021 - 22 માં ધોરણ 9માં અંદાજે 45 ટકા, જ્યારે કે ધોરણ-11 માં 40 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનો દાવો કરાયો હતો. ધોરણ 8 માં માસ પ્રમોશન મેળવી ધોરણ 9 માં આવેલા વિદ્યાર્થીઓનું નબળું પરિણામ આવ્યુ હતુ. જેથી મહામંડળ દ્વારા વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ માટે રી-ટેસ્ટ લેવા રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચો : દિવ્યાંગ સ્મિતે બોર્ડના પરિણામમાં ડંકો વગાડ્યો, રાઈટરની મદદથી પરીક્ષા આપીને 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા
આવુ પહેલીવાર નથી બન્યુ કે રિ-ટેસ્ટ લેવામાં આવ્યો હોય. ભૂતકાળમાં પણ નવનિર્માણ આંદોલન અને ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ પણ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને રી-ટેસ્ટ લેવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે ફરી એકવાર કોરોનાકાળને કારણે ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ભાવિ ન બગડે તે હેતુથી રી - ટેસ્ટ લેવાનો શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે