વેકેશનમાં ફરવા માટે નવી જગ્યા શોધો છો ગુજરાતનું આ સ્થળ છે બેસ્ટ ઓપ્શન
Khed Roda temple Himmatnagar : હિંમતનગરમાં આવેલું સાત મંદિરોનું જૂથ ખેડ રોડા મંદિર, કોણે બંધાવ્યું એ આજે પણ રહસ્ય
Gujarat Temples શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગરની રાયસિંગપુરા ગામ પાસે રોડાના મંદિરો આવેલા છે, જ્યાં મંદિરના સમુહમાં નવગ્રહ અને પક્ષી મંદિર આવેલું છે. જે માત્ર ગુજરાત જ નહી સમ્રગ ભારતનું એક માત્ર પક્ષી મંદિર માનવામાં આવે છે. આ પૌરાણિક મંદિર જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે.
સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક સ્થળ હિંમતનગર તાલુકામાં આવેલું રોડા મંદિર કહેવાય છે. આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચૌલુક્ય શૈલીની બાંધકામકળા જોવા માટે અલગ અલગ રાજ્યોથી લોકો આવતા હોય છે. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દિવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ ટેમ્પલ પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને લાગે છે પોતાની હત્યાનો ડર, આપ્યું મોટું નિવેદન
રાયસિંગપુરા રોડાના ટેમ્પલ તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો ખંડેર હાલતમાં છે. આ સાથે સરકારે આ રોડા મંદિર પ્રવાસી ધામ બને તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. આ મંદિરની ખાસ ખાસિયત એ છે કે આ મંદિરના ચણતરમાં કયાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી. માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એક બીજામાં જડી દેવામાં આવ્યા છે. જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે.
આ પક્ષી મંદિરની પાસે આવેલું શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો પણ છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે કુલ 125 જેટલા મંદિરો હતા. જેનો કાળક્રમે નાશ થયો હતો. રોડાના આ સાત મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે. તેના મંદિર સમૂહોમાંનું જ એક પક્ષી મંદિર પણ છે અને આ મંદિર વિશ્વમાં ખાલી સાબરકાંઠા ખાતે જ આવેલ છે, જેનો ઇતિહાસ પણ જાણવો અત્યારે શક્ય નથી.
પરંતુ સરકાર જો આ જગ્યાને વિકસિત કરવા માટે યોગ્ય પગલાં લે તો આ જગ્યા જોવાને પૌરાણિક વારસો અત્યારની પેઢીને જોવા મળી શકે તેમ છે. તો બે કિલોમીટરનો રોડ નથી બનતો જેને લઈને ફરીને 10 કિ.મી દુર ખેડ થઈને રોડાના મંદિરે જવું પડે છે. જેને લઈને તમામ પ્રવાસીઓ નથી જતા જેને લઈને પ્રવાસન ધામમાં મુકવામાં આવે તો રોડ રસ્તાથી વંચિત રોડાના મંદિરો વિકસિત થાત જેથી પ્રવાસીઓ પહોચી શકે.
હિંમતનગરથી 17 કિ.મી અંતર આવેલા રોડા રાયસિંગપુર એ એક પૌરાણિક જગ્યા છે, પરંતુ સરકાર આ જગ્યાને વિકસિત કરવામાં હજુ પણ પાછી પાની કરી રહી છે. પરંતુ તેનો જો યોગ્ય વિકાસ કરવામાં આવે તો આ જગ્યા જોવા જે લોકો આવે છે તે પણ દિલથી કહેશે કે વાહ શુ પૌરાણિક મંદિર અને વિશ્વનું માત્ર એક પક્ષી મંદિર છે.