ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (Gujarat) ના વીડિયોની પોપ્યુલારિટી વધી રહી છે. ગુજરાતમાં રોજેરોજ એવી વિચિત્ર ઘટનાઓ બની રહી છે, જેના વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના આજના ટોપ-3 ટ્રેન્ડિંગ (trending) વીડિયો જોઈ લો, જેને જોઈને તમને પણ મજા આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાને ન સંભળાયો ટ્રેનનો અવાજ... કોન્સ્ટેબલે જીવ બચાવ્યો
ભરૂચ રેલ્વે સ્ટેશન પર ટ્રેક ક્રોસ કરતી મહિલાનો પોલીસ કોન્સ્ટેબલે જીવ બચાવ્યો હતો. ટ્રેક ક્રોસ કરી મહિલા પ્લેટફોર્મ ઉપર ચઢી રહી હતી તે દરમ્યાન અચાનક પાછળથી ગુડ્સ ટ્રેન આવી ચઢી હતી. મહિલાના ધ્યાને આ ગયુ ન હતું. જેથી મહિલાનો જીવ જોખમમાં મૂકાયો હતો. ત્યારે અચાનક પ્લેટફોર્મ ઉપર ડ્યુટી કરી રહેલા RPF ના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ગોરજીયા ત્યાં દોડતા આવી ચઢ્યા હતા અને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ જોઈ ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરે પણ ઇમરજન્સી બ્રેક લગાવી. પ્લેટફોર્મ પર બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. 



ભગવાન રામના ચરણોમાં પડી વીજળી
રાજકોટના લોધિકા તાલુકાના વાજડી વડ ગામના રામજી મંદિરની ધજા ઉપર વીજળી પડી હતી. વીજળી મંદિરની અંદર ઉતરી હતી અને શ્રી રામચંદ્ર ભગવાન તેમજ જાનકીજીના સ્થાપન પાસે જ પડી હતી. વીજળી મંદિરમાં જ્યાં પડી ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. આ ઘટનાથી મંદિરના ઇલેક્ટ્રિક સિટીના બોર્ડ સહિતની સ્વીચો તૂટી ગઈ હતી. 



એક્સિડન્ટનો આ વીડિયો તમારા રુંવાડા ઉભા કરી દેશે
રાજકોટના પડધરી બાયપાસ પાસે ઇકો કાર પલટી ખાઈને પડી ગઈ હતી. કોઈ પણ ટક્કર વગર ઈકો કાર પલટી ખાઈ હતી. કારના ત્રણથી ચાર પલટી મારી જતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જોકે આ ઘટનાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. રાજકોટ-જામનગર વચ્ચે અનેક ઇકો કારના સંચાલકો પેસેન્જર ભરીને મુસાફરી કરતા હોય છે. જે બહુ જ જોખમી ગણાય છે.