ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી
ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન બન્યું હતું. ABVP અને NSUIના કાર્યકરો સામસામે આવી જતા શિક્ષણધામને શરમાવે તેવી ઘટના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ઓફિસની બહાર સર્જાયા હતા. ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી તો એવી થઈ કે ત્યાં હાજર પોલીસકર્મી અમે સિક્યુરિટી કર્મચારીઓએ છોડાવવાની નોબત આવી પડી હતી. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી મારમારીમાં તોડફોડ પણ થઈ તો નુકસાન થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સીટી બન્યું યુદ્ધનું મેદાન બન્યું હતું. ABVP અને NSUIના કાર્યકરો સામસામે આવી જતા શિક્ષણધામને શરમાવે તેવી ઘટના ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ઓફિસની બહાર સર્જાયા હતા. ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી તો એવી થઈ કે ત્યાં હાજર પોલીસકર્મી અમે સિક્યુરિટી કર્મચારીઓએ છોડાવવાની નોબત આવી પડી હતી. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી મારમારીમાં તોડફોડ પણ થઈ તો નુકસાન થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ABVPના કાર્યકરો દ્વારા છેલ્લા બે દિવસથી કુલપતિ અને પ્રવેશ સમિતિ પર આક્ષેપ કરાઈ રહ્યો છે કે, નવા સત્રની ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં 26 કોલેજોની 960 જેટલી EWS અંતર્ગત બેઠકો ત્રીજા તબક્કામાં પ્રવેશ માટે રદ્દ કરી દેવાઈ છે. જે સીધી રીતે કોંગ્રેસ સમર્થીત પ્રાઇવેટ કોલેજોના સંચાલકોને ફાળવી દેવાઈ છે એવામાં EWS હેઠળ હરિબ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. તો સાથે જ ગરીબ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજોમાં પ્રવેશ લેવા મજબુર બન્યા છે.
બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, ગુજરાત એસટીમાં 5300 જગ્યાઓ પર ભરતી
આ મામલાને લઈને આજે કુલપતિ અને પ્રવેશ સમિતિ સાથે બેઠક યોજાઇ હતી જે પરિણામ વિહોણી રહેતા ABVPના કાર્યકરો કુલપતિ હિમાંશુ પંડ્યાની ઓફિસે જવાબ માંગવા પહોંચતા ત્યાં NSUIના કાર્યકરો પણ હાજર હોવાથી સામસામે બંને પક્ષો વચ્ચે સૂત્રોચ્ચાર થયા હતા અને અંતે વાત વણસી જતા NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.
રાજકોટીયન્સનો નવરાત્રીમાં તંદુરસ્તીને અનુલક્ષીને નવો ટ્રેન્ડ ‘યોગા વિથ દાંડિયા’
જુઓ LIVE TV
સૌથી મોટો સવાલ અહીંએ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, EWS હેઠળની 960 જેટલી ગરીબ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવનાર સીટ ત્રીજા તબક્કામાં કોના ઈશારે રદ્દ કરીને પ્રાઇવેટ કોલેજોને પ્રવેશ માટે ફાળવી દેવાઈ છે. આજ વાતનો જવાબ ABVP છેલ્લા બે દિવસથી કુલપતિ અને પ્રવેશ સમિતિ પાસે માગી રહ્યું છે જેનો હજુ સુધી કોઈ જવાબ ગુજરાત યુનિવર્સીટી તરફથી મળી નથી રહ્યો અને આખરે વિરોધ એટલો વણસયો છે કે, વિદ્યાર્થી પરિષદો મારામારી પર ઉતરી આવ્યા હતા.