અતુલ તિવારી/અમદાવાદઃ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે ઓડિયો રેકોર્ડીંગ અથવા તો બ્રેઇલ લીપીના પુસ્તકો પર આધાર રાખવો પડતો હતો. હવે, રાજ્યની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનીવર્સીટીમાં 'કીબો' નામનું એક સોફ્ટવેર વસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરની મદદથી કોઈપણ પુસ્તક સ્કેન કરીને 10 ભાષામાં સાંભળી શકાય છે અને 100 ભાષામાં તેનો અનુવાદ કરીને વાંચી પણ શકાય છે. આ સોફ્ટવેરથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબ જ ફાયદો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કીબો સોફ્ટવેર? 
ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેની લાઈબ્રેરીમાં આ કીબો સોફ્ટવેર કે જેને 'નોલેજ ઈન બોક્સ' કહે છે તે મુકવામાં આવ્યું છે. આ સોફ્ટવેરના ઉપયોગ માટે કમ્પ્યૂટર અથવા તો મોબાઈલની જરૂર રહે છે. ગુગલ ક્રોમની મદદથી કીબો સોફ્ટવેરની લીન્ક દ્વારા તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. કીબો સોફ્ટવેર ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, પંજાબી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં વાંચી અને સંભળાવી શકે છે. 


પ્રાથમિક શાળાઓને ઉચ્ચતર માધ્યમિકમાં મર્જ કરવાની તજવીજ પડતા પર પાટું મારશે..!


સંપૂર્ણ સ્વદેશી સોફ્ટવેર 
આ સોફ્ટવેર કોઈ વિદેશી વિદ્યાર્થીએ નહીં પરંતુ અમદાવાદની નિરમા યુનીવર્સીટીમાંથી એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ચુકેલા બોની દવેએ વિકસાવ્યું છે. આ કમ્પ્યૂટર સાથેના હાર્ડવેર યુનિટમાં આ સોફ્ટવેર નાખવાનું રહે છે, જેની કિંમત માત્ર 30,000 છે. 


ગુજરાતમાં સૌ પ્રથમ
ગુજરાત યુનિવર્સિટી આ પ્રકારની સિસ્ટમ મુકનાર પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટીએ 60 હજારના ખર્ચે બે કીબો સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા છે અને વિદ્યાર્થીઓએ તેનો વપરાશ પણ શરૂ કરી દીધો છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં આશરે 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમના માટે આ સોફ્ટવેર ખુબ જ ઉપયોગી સાબિત થશે. આગામી દિવસોમાં વધુ 10 સોફ્ટવેર ખરીદવાની પણ યુનીવર્સીટી દ્વારા તૈયારી દર્શાવાઈ છે.


સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગે 'રેરેસ્ટ ઓફ ધ રેર' સર્જરી કરી બે બાળકોને બક્ષ્યું નવજીવન 


આ સોફ્ટવેરથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ વિકલાંગ વિદ્યાર્થીઓને પણ પ્રાદેશિક ભાષાઓમાં છાપેલી અને હસ્તલિખીત સામગ્રી વાંચવામાં પણ મદદરૂપ બનશે. આ સોફ્ટવેર પ્રજ્ઞાચક્ષી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ, રોજગાર અને સામાજીક તેમજ આર્થિક કલ્યાણ તરફ સશક્ત બનાવવામાં મદદરૂપ રહેશે. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...