અતુલ તિવારી/અમદાવાદ :ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી (gujarat university) ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે. ઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking : ગુજરાતમાં આવતીકાલથી માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ વસૂલાશે


એક મહિના પહેલા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઈ હતી. 21 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાશે તેવું કહેવાયું હતું. આ ઓફલાઈન પરીક્ષામાં સ્નાતક અને અનુસ્નાતકના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાનાર હતી. 


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે કરોડો વિદ્યાર્થીઓના શિક્ષણ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. નવા એડમિશનથી લઈને અટવાયેલી ફાઈનલ એક્ઝામ મામલે અનેક મૂંઝવણો છે. તો સાથે જ ઓફલાઈન પરીક્ષા અને ઓનલાઈન પરીક્ષામાં પણ સમસ્યાઓ પેદા થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર