અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઇ છે. ગુજરાત યુનિવર્સીટીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે ચર્ચા થઇ છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે સત્તાવાર જાહેરાતની શકયતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPSC ની તૈયારી કરતા ગુજરાતીઓએ નહી જવું પડે દિલ્હી, સમગ્ર દેશના નિષ્ણાંતો આવશે અહીં


વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના વિકલ્પની કરી શકશે પસંદગી. ઓનલાઈન પરીક્ષામાં 35 MCQ પ્રશ્ન પુછાશે જેમાંથી 25ના જવાબ આપવાના ફરજીયાત રહેશે. MCQ બેઝડ ઓનલાઈન પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે, એક MCQ ના બે માર્ક એમ કુલ 50 માર્કનું પેપર પુછાશે. ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે વેબકેમેરા હોવો જરૂરી રહેશે, તમામ ગાઈડલાઈનના પાલન સાથે દર એક મિનિટ વિદ્યાર્થીનો ફોટો પણ સ્ટોર થશે.


3 વર્ષનો ટેણીયાની બુદ્ધિ પ્રતિભા જોઇને તમે પણ ઇચ્છશો કે કાશ મારુ બાળક પણ આવું હોય


હાલ ગુજરાત યુનિવર્સીટીની ઓફલાઈન પરીક્ષા 21 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં યોજાનાર છે. તે પહેલાં ગુજરાત યુનિવર્સીટી વિદ્યાર્થીઓને આપશે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ અપાશે. ઓફલાઈન પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે, એક વર્ગમાં 12 વિદ્યાર્થીઓ સાથે ગોઠવવામાં આવશે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે તે જિલ્લાનો વિદ્યાર્થી પોતાના નજીકના સેન્ટરમાં પરીક્ષા આપી શકે તેવી ગોઠવવામાં આવશે વ્યવસ્થા, અન્ય કોલેજોની પણ ગુજરાત યુનિવર્સીટી વિદ્યાર્થીઓને અનુકૂળ થાય તે માટે મદદ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર