ગુજરાત યુનિવર્સિટીમાં અટકેલી ભરતી અંગે મહત્વના અપડેટ, એપ્લાય કર્યુ હતું તો જાણી લેજો
Jobs In Gujarat University : ગુજરાત યુનિવર્સિટીમાં રાજકારણ ચરમસીમાએ... હજુ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ... 7 મહિના થઈ ગયા છતા ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ...
Gujarat University Job Scandal અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યની સૌથી જૂની ગુજરાત યુનિવર્સીટીમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્ય સરકારની મંજૂરીને 7 મહિના વીતવા છતાં ભરતી પ્રક્રિયા ખોરંભાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 120 જેટલી જુદી જુદી ખાલી જગ્યાઓ ભરવા સરકારે મંજૂરી આપી હતી. પરંતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા આદેશ છતાં ભરતી પ્રક્રિયા અટકાવવામાં અતુષ્ટ રાજકારણીઓ સફળ થયા છે. ગુજરાત યુનિવર્સીટીમાં પોતાના મળતીયાઓને સેટ કરવા માટે ચાલી રહેલા રાજકારણને કારણે ભરતી પ્રક્રિયા અટકી હોવાની ચર્ચાસરકારની મંજૂરીના 7 મહિના બાદ પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. ત્યારે આ મામલે હવે હલચલ થઈ છે. આવતીકાલે ગુજરાત યુનિવર્સીટી ખાતે સિન્ડિકેટ બેઠક બોલાવાઈ છે. જેમાં ભરતી પ્રક્રિયાથી લઈને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.
કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતી હોઈ આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીમાં તેમની છેલ્લી સિન્ડિકેટ બેઠક મળશે. જેમાં ગુજરાત યુનિવર્સીટીની છેલ્લા 7 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા, નવા વર્ષની પ્રવેશ પ્રક્રિયા, નવી કોલેજોને એફિલીએશન સહિત અનેક પ્રશ્નો મામલે ચર્ચા થશે.
અમદાવાદના કાંકરિયા લેકમાં ફરવા જવાના હોય તો ખાસ વાંચી લેજો આ સમાચાર
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ઓક્ટોબર મહિનામાં ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પદો ભરવા માટે જાહેરાત થઈ હતી. યુનિવર્સિટીમાં વિવિધ પદ પર 120 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી છેલ્લા 7 મહિનાથી અટકી પડી છે. ગત વર્ષે 3 નવેમ્બર સુધીમાં ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 92 જુનિયર ક્લાર્ક, સાયન્ટિફિક ઓફિસર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, ડેપ્યુટી રજીસ્ટ્રાર, લાઈબ્રેરીયન, સિસ્ટમ એનાલિસ્ટ, સિસ્ટમ એન્જીનીયર, પ્રોગ્રામર, યુનિવર્સીટી એન્જીનીયર, સ્ટેનોગ્રાફર, કમ્પ્યુટર ઓપરેટર, ટેક્નિકલ આસિસ્ટન્ટ સહિત જુદા જુદા ખાલી પદો માટે ભરતી જાહેર થઈ હતી. ડાયરેક્ટર કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ, પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશનના પદ પર ગુજરાત યુનિવર્સીટીએ સીધી ભરતી કરવાની હતી. બાકીના પદો પર ભરતી પ્રક્રિયા માટે કસોટી યોજવાની હતી. પરંતું સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવતી હોવાના દાવા વચ્ચે ગુજરાત યુનિવર્સીટીએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર ભરતી પ્રક્રિયા પર સતત બે વાર રોક લગાવી છે.
કુખ્યાત ઈરાની ગેંગની પિતા-પુત્રની જોડી પકડાઈ, ગુજરાતમાં ચોરી કરીને મહારાષ્ટ્ર જતા
છેલ્લે 25 જાન્યુઆરીએ ભરતી પ્રક્રિયા પર રોક લાગવાઈ હતી, ત્યારબાદ ત્રણ મહિનો વીતવા છતાં ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને કોઈ માહિતી નથી અપાઈ.