કુખ્યાત ઈરાની ગેંગની પિતા-પુત્રની જોડી પકડાઈ, ગુજરાતમાં ચોરી કરીને મહારાષ્ટ્ર જતા, પરિવારની મહિલાઓ પણ ચોરીમાં મદદગાર
Crime News : ઈરાની ગેંગમાં આરોપીઓના પરિવારની મહિલાઓ પણ ગુનાઓમાં સામેલ હતી. પરિવારની મહિલાઓ બની અને મહેંદીનો મુદ્દા માલ વેચવા માટે જતી હતી, ત્યારે પુરુષો ચોરી કરતા
Trending Photos
Vapi News નિલેશ જોશી/વાપી : વલસાડ જિલ્લા અને પડોશી રાજ્ય મહારાજ સહિત દેશના અનેક રાજ્યોમાં સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવી છેતરપિંડી કરતી કુખ્યાત ઈરાની ગેંગને આખરે વલસાડ જિલ્લા પોલીસે દબોચી છે. ગેંગના મુખ્ય સૂત્રધારો સબંધે પિતા પુત્ર છે. અને તેમનો પરિવાર પણ ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ ગેંગ પોલીસ તરીકેની ઓળખ આપી અને સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવતી હતી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને દાગીના ઉતરાવી અને પળભરમાં જ છુંમંતર થઈ જતી હતી. આમ પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધારો એવા પિતા પુત્રની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.
રાજ્યના છેવડે આવેલા વલસાડ જિલ્લા અને પડોશી રાજ્ય મહારાષ્ટ્ર શહીત દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી ઈરાની ગેંગ ગુનાઓની દુનિયામાં તરખાટ મચાવી રહી હતી. શાતિર મોડેસ ઓપરેન્ડી ધરાવતી આ ગેંગ મોટેભાગે સીનીયર સીટિઝન્સને નિશાન બનાવતી હતી. અને પોલીસ તરીકેની ઓળખ આપી અને આગળ ગુનો બન્યો છે. આથી દાગીના ઉતારવા પડશે તેવું જણાવ્યું અને સિનિયર સિટીઝનો પાસેથી દાગીના ઉતરાવી અને નજર ચૂકવી દાગીના લઈ અને ફરાર થઈ જતા હતા. આમ વલસાડ જિલ્લામાં પણ વાપી વલસાડ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની ઓળખ આપી અને સિનિયર સિટીઝનો પાસેથી દાગીના પડાવી લેતી ગેંગ સક્રિય થઈ હતી. વાપીમાં આ પ્રકારના બે ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા વલસાડ જિલ્લાભરની પોલીસ આ ઈરાની ગેંગને ઝબ્બે કરવા પ્રયાસ કરી રહી હતી. એ વખતે જ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીમાંથી બે આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેઓ વાપી સહિત આસપાસના વિસ્તારમાં અનેક ગુનાઓને અંજામ આપી અને પોલીસને હંફાવી રહ્યા હતા.
ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. જેઓ પોલીસની ઓળખ આપી અને છેતરપિંડી આચરતા હતા. ઝડપાયેલ આરોપી કામ્બર અલી જાફરીની ઉમર 76 વર્ષ છે. તો તેનો જ દીકરો નાદર અલી જાફરની ઉમર 58 વર્ષ છે. બંને મહારાષ્ટ્રના ભિવંડીના રહેવાસી છે. આ ઈરાની ગેંગ તરીકે કુખ્યાત આ ગેંગના સાગરીતો 2 બાઈક લઇ મહારાષ્ટ્રની બોર્ડર પાર કરી વલસાડમાં પ્રવેશ કરતા અને ગુના આચરી ફરી મહારાષ્ટ્રમાં પલાયન થઇ જતા હતા. વલસાડ પોલીસે આરોપીના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.
ઈરાની ગેંગમાં આરોપીઓના પરિવારની મહિલાઓ પણ ગુનાઓમાં સામેલ હતી. પરિવારની મહિલાઓ બની અને મહેંદીનો મુદ્દા માલ વેચવા માટે જતી હતી. આમ પરિવારના પુરુષો ગુનાઓને અંજામ આપતા અને ત્યારબાદ છેતરપિંડી કરેલા દાગીના અને કીમતી સામાનને વેચવા મહિલાઓ સંડોવાયેલી હતી. આથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ઈરાની ગેંગે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારે અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે તેવુ જણાવ્યું. આ તમામ આરોપીના મોટા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વલસાડ જિલ્લામાં આચરેલ 3 ગુના હાલ ડિટેક્ટ થયા છે.
ગુનાઓની દુનિયામાં કુખ્યાત ઈરાની ગેંગના સભ્યો પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રહેતા હતા. જોકે ત્યાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની હદ વટાવી ગુજરાતની છેવાડાના વિસ્તારોમાં આવી રીતે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડી આચરી પાછા મહારાષ્ટ્રમાં ફરાર થઈ જતા હતા. આથી આ ગેંગનું પગેરું મેળવવા માટે પોલીસને મુશ્કેલરૂપ સાબિત થઈ રહ્યું હતું. પરંતુ વલસાડ એલસીબી પોલીસની સક્રિયતા અને બાતમીદારોના નેટવર્ક સહિત આધુનિક સર્વેલન્સના આધારે આખરે આ ગેંગના બે સાગરીતો પિતા પુત્ર ઝડપાઈ ગયા હતા .અને બાકીના આરોપીઓને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે આગામી સમયમાં આ ઈરાની ગેંગે આચરેલા અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે