જુનાગઢ/અમદાવાદ: અરબી સમુદ્રમાં(Arabian Sea) નવી બે વરસાદી સિસ્ટમ(Rainy System) સક્રિય થઈ હોવાના કારણે 4 અને 5 ડિસેમ્બરના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ આગાહી વચ્ચે આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જુનાગઢના માળિયા હાટીના પંથકમાં અમરાપુર, કાત્રાસા, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat) આ વર્ષે ચોમાસું (Rainy Season) મોડું શરૂ થયા પછી નવેમ્બર મહિના સુધી સીઝન લંબાઈ હતી. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તો 100 ટકા કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો. વધુ પડતા વરસાદ અને ત્યાર પછી રાજ્યમાં આવેલા બે વાવાઝોડાથી(Cyclone) સર્જાયેલા ડીપ ડિપ્રેશનના(Deep Depression) કારણે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં હજુ પણ વરસાદ જવાનું નામ નથી લેતો. 


રવિ પાકને નુકસાન
આ કમોસમી વરસાદને પગલે ચોમાસુ પાક ગુમાવી ચૂકેલા ખેડૂતોમાં રવિ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. કમોસમી વરસાદને કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થયું છે.


સુરતીઓને નથી રહ્યો પોલીસનો ડર, યુવકે 2 તલવારથી કેક કાપ્યો


જાફરાબાદ અને પીપાવાવ બંદરે એક નંબરનું સિગ્નલ
અરબી સાગરમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેને પગલે 3થી લઈ 7 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.


સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદનાં હવામાન વિભાગનાં ડાયરેકટર, ડો. જયંત સરકારે જણાવ્યું કે, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં પણ 4-5 ડિસેમ્બરના રોજ વરસાદ પડી શકે છે. 


આ Video જોઈને કહેશો શું શાનદાર કેચ છે, ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો


લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં દક્ષિણ પશ્ચિમ તરફનું લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 72 કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે. દક્ષિણ પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાની સંભાવના છે. 


ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન અને પહેલી મેચની થઈ જાહેરાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....