આ Video જોઈને કહેશો શું શાનદાર કેચ છે, ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો

દમણ (Daman) માં એક રોમાંચક ઘટના બની હતી. ત્રીજા માળથી પડી રહેલા બાળકનો આબાદ બચાવ થયો હતો. કારણ કે, નીચે ઉભેલા લોકોએ તેને પકડી લીધો હતો. આ ઘટનાનો દિલધડક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે આંખના પલકારામાં બાળક નીચે પડી રહ્યું છે, અને નીચે ઉભેલુ ટોળુ બાળકને પકડી લે છે. બાળક કેચ કરવાનો દમણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Video) થયો છે. 

Updated By: Dec 3, 2019, 12:57 PM IST
આ Video જોઈને કહેશો શું શાનદાર કેચ છે, ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો

જય પટેલ/દમણ :દમણ (Daman) માં એક રોમાંચક ઘટના બની હતી. ત્રીજા માળથી પડી રહેલા બાળકનો આબાદ બચાવ થયો હતો. કારણ કે, નીચે ઉભેલા લોકોએ તેને પકડી લીધો હતો. આ ઘટનાનો દિલધડક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે આંખના પલકારામાં બાળક નીચે પડી રહ્યું છે, અને નીચે ઉભેલુ ટોળુ બાળકને પકડી લે છે. બાળક કેચ કરવાનો દમણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Video) થયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, દમણમાં એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા પરિવારનો બાળક રમતા રમતા નીચે પડી ગયો હતો. પરંતુ ત્રીજા માળથી પટકાયેલો આ બાળક બીજા માળે ગ્રીલમાં ફસાયો હતો. જેની જાણ થતા જ નીચે કેટલાક લોકો જમા થઈ ગયા હતા. બાળક જ્યારે નીચે પડ્યો ત્યારે નીચે ઉભેલા તમામ લોકોએ બાળકોને કેચ કરીને પકડી લીધો હતો. આમ, બાળક જમીન પર પટકાય તે પહેલા જ તે સલામત હાથોમાં આવી ગયો હતો. 

DPSના વિદ્યાર્થીઓએ પહેલીવાર નિત્યાનંદ આશ્રમના કરતૂતોની પોલ ખોલી, જુઓ કેમેરા સામે શું બોલ્યા...

આમ, બાળકને કેચ કરીને બચાવવાની આ ઘટના તો ક્રિકેટના કેચ કરતા પણ રોમાંચક બની છે. તેથી જ ત્યાં હાજર કોઈ સ્થાનિક આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, અન તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારે બાળકના કેચનો આ વીડિયો ઝડપથી પોપ્યુલર બની રહ્યો છે, તો સાથે જ લોકો કેચ કરનારા યુવકોના વખાણ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube